મુંબઈનો વરસાદ, સુંદર ગીત અને કેટરિના સાથે રૉમેન્ટિક મોમેન્ટ.. આ છે વિકી કૌશલનો મુડ

03 July, 2026 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Rains and You: મુંબઈમાં ચોમાસું પૂર બહારમાં ખીલ્યું છે, મુશળધાર વરસાદને કારણે વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે.. આ ખુશનુમા વાતાવરણમાં એક્ટર વિકી કૌશલે કેટરીના કૈફ સાથેની એક સુંદર તસવીર શેર કરીને રૉમેન્ટિક અંદાજની ફેન્સને ઝલક આપી છે

તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ

અભિનેતા વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) બોલિવૂડ (Bollywood)ના પાવર કપલ છે. બંનેની જોડીને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. આ લોકપ્રિય જોડી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેનું કારણ છે એક સુંદર તસવીર, જેને ખુદ વિકી કૌશલે શેર કરી છે. જોકે, કેટરિના અને વિકી બંને સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની અંગત જિંદગીની ઝલક ખૂબ જ ઓછી શેર કરે છે. તેમની લેટેસ્ટ મોન્સૂન તસવીરે ફેન્સના દિલ જીતી લીધાં છે.

કેટરિનાના પ્રેમમાં ગળાડૂબ વિકી

મુંબઈનો વરસાદ (Mumbai Rains) ખૂબ જ પ્રખ્યાત છે. ચોમાસાના આગમનની સાથે જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વિકી કૌશલ પણ આ ખુશનુમા વાતાવરણમાં પોતાની લેડી લવ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરીને કેટરીના સાથેની પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં આ કપલ વરસાદની મજા માણતું જોવા મળી રહ્યું છે.

વરસતા વરસાદમાં વિકીનો રૉમેન્ટિક અંદાજ

વિકી કૌશલ ગેલેરી (બાલકની)માંથી વરસાદનો નઝારો જોઈ રહ્યો છે. બીજી તરફ, કેટરીના કૈફ પણ તેના ખભા પર માથું ટેકવીને આ આહલાદક વાતાવરણને નિહાળી રહી છે. આ પોસ્ટની સાથે વિકી એ ખૂબ જ સુંદર કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું છે, `વરસાદ અને તું` (Rains and You). આ ફોટોના બેકગ્રાઉન્ડમાં તેણે એક રોમેન્ટિક અને સોલફુલ સ્લો સોન્ગ પણ મૂક્યું છે. આ ગીત રેખા ભારદ્વાજ (Rekha Bhardwaj) દ્વારા ગવાયેલું ગીત `ફિર સે કહો` છે.

ઈન્ટરનેટ પર આ કપલનો આ ફોટો ખૂબ વાયરલ (Vicky Kaushal shares romantic black-and-white monsoon photo with Katrina Kaif ) થઈ રહ્યો છે અને ચાહકો તેમના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

ચાહકોએ વરસાવ્યો પ્રેમ, લખ્યું- `નજર ન લાગે`

વિકી કૌશલ અને કેટરીના કૈફની આ તસવીર પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે અને કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે.

એક યુઝરે લખ્યું- `સાચો પ્રેમ કંઈક આવો હોય છે`. અન્ય એક યુઝરે લખ્યું, `વિહાનના મમ્મી પપ્પા`. એક યુઝરે લખ્યું, `ઈકબાલ પોતાની રીયલ સહેમત સાથે`. આ સાથે જ નેટિઝન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે આ જોડીને કોઈની નજર ન લાગે.

જણાવી દઈએ કે, વિકી અને કેટરીનાએ વર્ષ ૨૦૨૧ માં લગ્ન કર્યા હતા. આ કપલનો એક પુત્ર છે જેનું નામ વિહાન છે.

વર્ક ફ્રન્ટ

વર્ષ ૨૦૨૪માં આવેલી `મેરી ક્રિસમસ` (Merry Christmas) ફિલ્મ પછીથી કેટરીના કૈફ મોટા પડદા પરથી ગાયબ છે. ગયા વર્ષે જ તે એક પુત્રની માતા બની છે અને હાલમાં મધરહુડ ફેઝનો આનંદ માણી રહી છે.

બીજી તરફ વિકી કૌશલ બ્લોકબસ્ટર ઐતિહાસિક ફિલ્મ `છાવા` (Chhaava) પછી આગામી ફિલ્મ `લવ એન્ડ વોર` (Love and War)ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

vicky kaushal katrina kaif instagram social media mumbai rains mumbai monsoon entertainment news bollywood bollywood news