દરરોજની ૮ દવાઓ અને વીગન ડાયટ

04 September, 2026 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રેઇન-સ્ટ્રોક પછી સદંતર બદલાઈ ગઈ રાહુલ રૉયની લાઇફ-સ્ટાઇલ

રાહુલ રોય

રાહુલ રૉય ૯૦ના દાયકામાં હિન્દી સિનેમાનો નવો સ્ટાર બની ગયો હતો પણ ધીમે-ધીમે તેની કારકિર્દીએ અલગ જ વળાંક લીધો. રાહુલની ફિલ્મો ફ્લૉપ થવા લાગી. સતત ૨૦ ફ્લૉપ ફિલ્મો બાદ તેની કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ હતી. આ પછી ૨૦૨૦માં તે તેના બ્રેઇન-સ્ટ્રોક પછી ફરી ચર્ચામાં આવ્યો હતો. હવે રાહુલે બ્રેઇન-સ્ટ્રોક પછીના મુશ્કેલ સમય વિશે વાત કરી છે. 
રાહુલે એ સમય વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘બ્રેઇન-સ્ટ્રોક બાદ મને એ પણ ખબર નહોતી કે હવે હું ફરી ક્યારેય ચાલી પણ શકીશ કે નહીં. પહેલાં હું ખૂબ સ્મોકિંગ કરતો હતો અને ઘણું નૉન-વેજ ખાતો હતો પણ બ્રેઇન-સ્ટ્રોક પછી મેં મારી લાઇફ-સ્ટાઇલમાં ફેરફાર કર્યા અને હવે વીગન બની ગયો છું. મેં ડુંગળી, લસણ અને દૂધ છોડી દીધાં છે અને હવે હું જૈન ભોજન લઈ રહ્યો છું. દરરોજ નાસ્તા બાદ હું ૮ દવાઓ લઉં છું. જોકે હવે સ્થિતિ પહેલાં કરતાં ઘણી સારી છે.’

rahul roy entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood bollywood events