‘તનુ વેડ્સ મનુ’ના મનુ બનવાની હવે ના પાડી દીધી છે આર. માધવને

02 July, 2022 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રોમૅન્ટિક-કૉમેડી લોકોને ખૂબ ગમી હતી

આર. માધવન

આર. માધવને જણાવ્યું છે કે તેને ‘તનુ વેડ્સ મનુ’ના મનુની ભૂમિકા હવે નથી ભજવવી. આ રોમૅન્ટિક-કૉમેડી લોકોને ખૂબ ગમી હતી. એમાં કંગના રનોટ અને આર. માધવનની જોડી પણ મજેદાર હતી. બાદમાં તેઓ આ ફિલ્મની સીક્વલ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં પણ દેખાયાં હતાં. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે આ ફિલ્મના ત્રીજા પાર્ટમાં કામ કરવા માગે છે? એનો જવાબ આપતાં આર. માધવને કહ્યું કે ‘આના ત્રીજા પાર્ટમાં કામ કરવાની મારી ઇચ્છા નથી. આ તો એવું છે કે મૃત ઘોડા પર વધુ અત્યાચાર વરસાવવામાં આવે છે. ઓરિજિનલ ફિલ્મ હોય તો એના પર કામ કરવું ખરેખર અઘરું પડે છે અને એને લઈને લોકોની અપેક્ષાઓ પણ વધી જાય છે. જો ‘એવેન્જર્સ’ અથવા તો ‘સુપરહીરો’ની કોઈ સિરીઝની સીક્વલ લાવો તો એના પર કામ કરવું સરળ બની જાય છે. જોકે ‘તનુ વેડ્સ મનુ’ના ત્રીજા ભાગમાં કામ કરવું અશક્ય છે. મને એવું લાગે છે કે મેં મારા ભાગનું કામ કરી લીધું છે. હું હવે ફરીથી ‘મનુ’ નથી બનવા માગતો.’

entertainment news bollywood bollywood news r. madhavan tanu weds manu tanu weds manu returns