આર. માધવનને યુવાન મહિલાઓ સાથે રોમૅન્ટિક ફિલ્મો નથી કરવી

01 July, 2022 09:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર. માધવને સાથે જ એમ પણ જણાવ્યું કે તે ઍક્ટર બનવા નહોતો માગતો અને તેણે ક્યારેય અભિનયની તાલીમ નહોતી લીધી.

આર. માધવનને યુવાન મહિલાઓ સાથે રોમૅન્ટિક ફિલ્મો નથી કરવી

આર. માધવને જણાવ્યું છે કે તે તેની વયને અનુરૂપ નહીં હોય એવી રોમૅન્ટિક ફિલ્મો કરવા નથી માગતો. તેણે જણાવ્યું કે તે યુવાન છોકરી સાથે રોમૅન્સ કરવા પણ નથી માગતો. તે કેવી રીતે ફિલ્મોની પસંદગી કરે છે એ વિશે પણ તેણે જણાવ્યું હતું. આર. માધવને સાથે જ એમ પણ જણાવ્યું કે તે ઍક્ટર બનવા નહોતો માગતો અને તેણે ક્યારેય અભિનયની તાલીમ નહોતી લીધી. આર. માધવને કહ્યું કે ‘મારે મારી ઉંમરને યોગ્ય હોય એવા રોલ કરવા જોઈએ. હવે એવું ન બની શકે કે હું કોઈ યુવાન છોકરી સાથે રોમૅન્સ કરું. આવું હું નથી કરવા માગતો. જો મને રોમૅન્ટિક ફિલ્મો ઑફર કરવામાં આવે તો એ મારી વયને અનુરૂપ હોવી જોઈએ અથવા તો એની કન્ટેન્ટ એવી હોવી જોઈએ જે મને એ ફિલ્મનો ભાગ બનવા માટે પ્રેરિત કરે. હું જ્યાં ભાવનાત્મક રીતે જોડાઉં છું એ જ ફિલ્મ કરું છું. જો એ ફિલ્મ મને અપીલ કરે તો જ હું એ ફિલ્મ કરું છું અને એ હંમેશાં સહજ હોય છે.’

bollywood news bollywood gossips bollywood r. madhavan entertainment news