પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

12 April, 2021 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેટ પર બાયોબબલનું નિર્માણ કરે અને પોસ્ટ-પ્રોડક્શનને પણ સલામતીની તમામ સગવડો પૂરી પાડવામાં આવે

પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

જે. ડી. મજીઠિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે શો સાથે સંકળાયેલા ટીમ મેમ્બર્સની પ્રોડ્યુસર્સ સતત ટેસ્ટ કરાવે છે. જે. ડી. મજીઠિયાના શો ‘વાગલે કી દુનિયા’ના સેટ પર પણ કેટલાક લોકોને કોરોના થતાં શોનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે. જે. ડી. મજીઠિયાએ જણાવ્યું છે કે સેટ પર તમામ દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવે છે. એ વિશે જે. ડી. મજેઠિયાએ કહ્યું હતું કે ‘બ્રૉડકાસ્ટર્સ તમામ ટેસ્ટ કરાવી રહ્યા છે. તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવે છે અને પ્રોડ્યુસર્સને અપીલ કરવામાં આવી છે કે તેઓ સેટ પર બાયોબબલનું નિર્માણ કરે અને પોસ્ટ-પ્રોડક્શનને પણ સલામતીની તમામ સગવડો પૂરી પાડવામાં આવે.’
સરકાર ઇન્ડસ્ટ્રી પર લૉકડાઉનના નિયમો લાગુ ન‍ કરે એ વિશે જે. ડી. મજીઠિયાએ કહ્યું હતું કે ‘મને આશા છે કે ઇન્ડસ્ટ્રી જે પ્રકારે સખત નિયમોનું પાલન કરે છે એને જોતાં સરકાર આ ઇન્ડસ્ટ્રી પર કોઈ લૉકડાઉનના નિયમો લાગુ નહીં કરે. અમારી ઇન્ડસ્ટ્રી એન્ટરટેઇનમેન્ટ શોઝ પ્રોડ્યુસ કરીને સારું કામ કરી રહી છે જેથી લોકો ઘરે રહે. સાથે જ તેમને તનાવભરી લાઇફમાં થોડી રાહત મળે. ખરું કહું તો અમે ફ્રન્ટલાઇન વર્કર્સ છીએ જે લોકોને ઘરે રાખવા માટે સરકારને મદદ કરે છે. અમારી સ્ટોરીઝ તેમને મનોરંજન પૂરું પાડે છે અને તેમને સ્ટ્રેસ અને ડિપ્રેશનથી દૂર રાખે છે.’

JD Majethia bollywood news bollywood bollywood gossips television news