મિસ યુનિવર્સ બન્યાના 8 મહિના બાદ વધી હરનાઝ સંધુની મુશ્કેલી, આ મામલે નોંધાયો કેસ

05 August, 2022 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મ નિર્માતાએ દાવો કર્યો હતો કે મિસ યુનિવર્સ 2021 એ ઉપાસનાના સંતોષ એન્ટરટેઈનમેન્ટ સ્ટુડિયો એલએલપી સાથે કરાર કર્યો હતો

હરનાઝ સંધુ

પોતાની સુંદરતાથી દુનિયાભરમાં હેડલાઇન્સ બનાવનારી મિસ યુનિવર્સ હરનાઝ સંધુ (Miss Universe Harnaaz Sandhu) મુશ્કેલીમાં આવી ગઈ છે. એક ફિલ્મ પ્રોડ્યુસરે તેની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ ફિલ્મ નિર્માતા ઉપાસના સિંહ છે. હરનાઝ સંધુ સામે કેસ દાખલ કરતી વખતે ઉપાસના સિંહે (Upasana Singh) આરોપ લગાવ્યો છે કે કરાર હોવા છતાં તે તેની એક પંજાબી ફિલ્મનું પ્રમોશન કરી રહી નથી. આ અંગે ઉપાસના સિંહે ચંદીગઢની જિલ્લા અદાલતમાં સિવિલ કેસ દાખલ કર્યો છે.

આ કેસ નોંધતી વખતે ઉપાસના સિંહે કરારના કથિત ભંગ બદલ હરનાઝ સંધુ વતી નુકસાન ભરપાઈ માગી છે. મિસ યુનિવર્સ ઉપાસના સિંહની પંજાબી ફિલ્મ બાઈ જી કુત્તંગેમાં લીડ રોલમાં છે. આ મામલે ઉપાસના સિંહે કહ્યું છે કે, “મેં હરનાઝને ફિલ્મ બાઈ જી કુત્તંગેમાં અભિનય કરવાની તક આપી હતી.”

ફિલ્મ નિર્માતાએ દાવો કર્યો હતો કે મિસ યુનિવર્સ 2021 એ ઉપાસનાના સંતોષ એન્ટરટેઈનમેન્ટ સ્ટુડિયો એલએલપી સાથે કરાર કર્યો હતો, જેમાં હરનાઝ સંધુ તેની ફિલ્મના પ્રમોશન માટે હાજર રહેશે, પરંતુ ઉપાસના સિંહે દાવો કર્યો હતો કે તેણે ફિલ્મના પ્રમોશન માટે તારીખ આપવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું કે, “મેં સંધુને તક આપી હતી જ્યારે તે મિસ યુનિવર્સ નહોતી. મેં આ ફિલ્મ પાછળ મોટી રકમ ખર્ચી છે. આ કોઈ નાના બજેટની ફિલ્મ નથી.”

ઉપાસના સિંહે દાવો કર્યો હતો કે તેણે 27 મેથી 19 ઑગસ્ટ સુધી ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવી પડી હતી. બીજી તરફ ઉપાસના સિંહના આ આરોપો પર હરનાઝ સંધુએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. નોંધવું રહ્યું કે હરનાઝ સંધુને ગત ડિસેમ્બરમાં ઈઝરાયેલમાં આયોજિત ઈવેન્ટમાં મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અગાઉ માત્ર બે અન્ય ભારતીયો, 1994માં અભિનેત્રી સુષ્મિતા સેન અને 2000માં લારા દત્તાએ આ ખિતાબ જીત્યો હતો.

entertainment news bollywood news upasana singh