SCના અબૉર્શન લૉથી હતાશ પ્રિયંકાએ કહ્યું, "મહિલાઓએ મજબૂરીમાં પણ પ્રેગ્નેન્સી..."

27 June, 2022 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

USની સુપ્રીમ કૉર્ટના આ નિર્ણયના વિરોધમાં દેશના જુદાં-જુદાં રાજ્યો અને શહેરોમાં મોટા પાયે લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. 

પ્રિયંકા ગાંધી (ફાઈલ તસવીર)

અમેરિકાના સુપ્રીમ કૉર્ટમાં ગઈ કાલે ગર્ભપાતને કાયદાકીય રીતે સ્વીકૃતિ આપનારા પાંચ દાયકા જૂના ઐતિહાસિક રૉ VS વેડ નિર્ણયને સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવ્યો છે. USના સુપ્રીમ કૉર્ટે આ નિર્ણય આપવામાં આવ્યું કે કોઈપણ છોકરી પરવાનગી વગર અબૉર્શન નહીં કરાવી શકે. USની સુપ્રીમ કૉર્ટના આ નિર્ણયના વિરોધમાં દેશના જુદાં-જુદાં રાજ્યો અને શહેરોમાં મોટા પાયે લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. 

અનેક સ્ટાર્સે આ નિર્ણય પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે. ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ આ અંગે પોતાનું રિએક્શન પણ આપ્યું છે. પહેલી સ્ટોરીમાં તેણે એક કાર્ટૂન પોસ્ટ કર્યો, તો બીજી સ્ટોરીમાં તેણે અમેરિતાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાને એક નૉટ પણ શૅર કરી છે. પ્રિયંકાની કાર્ટૂનવાળી સ્ટોરીમાં એક તરફ ગન બનેલી છે તો બીજી તરફ બેબી બમ્પ દેખાય છે. ગનની તસવીર તરફ લખ્યું છે કે તમે આ રાખવા માટે સ્વતંત્ર છો. તો બીજી તરફ બેબી બમ્પની તસવીરની ઉપર લખ્યું છે કે આ તમારે જબરજસ્તી રાખવાનું છે.

જેની સાથે સાથે અભિનેત્રીએ મિશેલ ઓબામાની એક નૉટ પણ શૅર કરી છે જેમાં લખ્યું છે કે આ નિર્ણય આવવા ઉપરાત તેમનું દિલ તૂટી ગયું છે. તેણે મિશેલ ઓબામાની પોસ્ટ શૅર કરી છે જે US સુપ્રીમ કૉર્ટના તે જ નિર્ણય પર છે. મિશેલે આ પોસ્ટમાં લખ્યું, "હા મારું દિલ તૂટી ગયું. એક ટીનએજ છોકરી જે પોતાની સ્કૂલ પણ પૂરું કરવાની સ્થિતિમાં નથી તેને નથી ખબર કે તેનું જીવન તેને ક્યાં લઈ જશે માત્ર એટલા જ માટે કારણકે કાયદો તેના સંતાન પેદા કરવાના અધિકાર પર નિર્ણય લેશે. હવે એવી મહિલાઓને બાળક પેદા કરવા માટે મજબૂર થવું પડશે જે તેનું પાલન-પોષણ કરવાની છે. તેમના પેરેન્ટ્રસ પોતાના બાળકોનું ભવિષ્ય ખરાબ થતા જોશે. તેમની મદદ હેલ્થ કૅરના લોકો પણ નહીં કરી શકે કારણકે તેમને જેલનો ડર હશે."

 

bollywood news bollywood bollywood gossips entertainment news priyanka chopra