૧૪ હજાર દાતાઓની મદદથી ૧ મિલ્યન ડૉલર એકઠા કર્યા પ્રિયંકાએ

14 May, 2021 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે અમે ૩ મિલ્યન ડૉલર જમા કરવાનો ઉદ્દેશ રાખ્યો છે. અમને પૂરી ખાતરી છે કે તમારી મદદથી આ લક્ષ પણ પાર પડશે. તમારા સપોર્ટ માટે થૅન્ક યુ અને ગિવ ઇન્ડિયા તમે પણ જે પ્રશંસનીય કાર્યો કરી રહ્યા છો એ બદલ આભાર.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસે વિવિધ દેશોમાંથી ૧૪ હજાર દાતાઓની મદદથી ૧ મિલ્યન ડૉલરની રકમ જમા કરી છે. ૧ મિલ્યન એટલે કે અંદાજે ૭.૩૫ કરોડ રૂપિયા થાય છે. આ ધનરાશિનો ઉપયોગ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ, વૅક્સિનમાં સપોર્ટ અને અન્ય મદદ માટે કરવામાં આવશે. પ્રિયંકાએ એક વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોમાં વિશ્વનો નકશો દેખાડવામાં આવ્યો છે. એમાં જે દેશના લોકોએ ભારતને મદદ કરવા માટે હાથ વધાર્યો છે એમને પણ દેખાડવામાં આવ્યા છે. પ્રિયંકાએ એ તમામ લોકોનો આભાર પણ માન્યો છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ઇતિહાસના કપરા સમયમાં ફરી એક વખત માનવતા પુરવાર થઈ છે કે આપણે સાથે છીએ. નિક જોનસ અને હું તમે લોકોએ આપેલા સપોર્ટ માટે અને વિશ્વના અનેક ભાગમાંથી ભારત માટે જે પ્રકારે મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે એના માટે આભારી છીએ. ૧૪ હજાર કરતાં પણ વધુ લોકોએ દિલ ખોલીને મદદ કરીને આ કઠિન સમયમાં ૧ મિલ્યન ડૉલરની રકમ એકઠી કરવામાં મદદ કરી છે. અસંખ્ય લોકો એવા પણ છે જેમણે આ નેક કાર્યોને ફેલાવવામાં મદદ કરી છે. જે રકમ જમા થઈ છે એને દેશમાં ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ, વૅક્સિનમાં સપોર્ટ અને અન્ય મદદ માટે પૂરી પાડવામાં આવી છે. આપણે આવી રીતે મદદ સતત કરવી જોઈએ. એને બંધ ન કરવી જોઈએ. હવે અમે ૩ મિલ્યન ડૉલર જમા કરવાનો ઉદ્દેશ રાખ્યો છે. અમને પૂરી ખાતરી છે કે તમારી મદદથી આ લક્ષ પણ પાર પડશે. તમારા સપોર્ટ માટે થૅન્ક યુ અને ગિવ ઇન્ડિયા તમે પણ જે પ્રશંસનીય કાર્યો કરી રહ્યા છો એ બદલ આભાર.’

bollywood news bollywood bollywood gossips entertainment news