લો.. પ્રિયંકાને નથી ખબર નિકની ઉંમર, ફેન્સે કરી ટ્રોલ

04 September, 2019 04:21 PM IST  | 

લો.. પ્રિયંકાને નથી ખબર નિકની ઉંમર, ફેન્સે કરી ટ્રોલ

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા નિક જોનસ સાથે લગ્ન કર્યા પછી કોઈને કોઈ બાબતે લાઈમ લાઈટમાં રહે છે. પ્રિયંકા ભલે ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે જો કે સોશિયલ મીડિયાથી તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. પ્રિયંકા ચોપરા હાલ પતિ નિક જોનસ સાથે જીવનને એન્જોય કરી રહી છે. પ્રિયંકા ચોપરા અવારનવાર તેના ફોટોઝ શૅર કરતી રહે છે. જો કે ક્યારેક તેને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે અને આ વખતે કઈક એવુ જ બન્યું. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ ફોટો શૅર કર્યો હતો જેના કારણે તે ટ્રોલ થઈ છે જો કે ટ્રોલનું કારણ ફોટો નહી પણ તેનું કેપ્શન છે.

પ્રિયંકાએ નિક જોનસ સાથે ફોટો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે ,'જ્યારે તમે 27 વર્ષની ઉમરમાં પોતાની માટે ડ્રીન્ક ખરીદી શકો છો.' પ્રિયંકાના આ ફોટો પછી લોકોએ એ કહીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે કે પતિની ઉંમર પણ ખબર નથી. નિક હજુ 26 વર્ષના જ છે. નિકની ઉમર 27 વર્ષ જણાવવા પર લોકો પ્રિયંકાન મજાક ઉડાવી રહ્યાં છે.

આ પણ વાંચો: KGF 2: કોર્ટે ફિલ્મના શૂટિંગ પર રોક લગાવતા મેકર્સે લીધો આ નિર્ણય

પ્રિયંકાને ટ્રોલ થતી જોતા નિક જોનસ પત્નીના સપોર્ટ માટે આગળ આવ્યો હતો. નિકે તેની ઈન્સ્ટાસ્ટોરીમાં એક ફની મીમ શૅર કર્યું હતું જે ટ્રોલર્સ માટે જવાબ હતું. આ મીમમાં જણાવવામાં આવ્યું છે કે 2 અઠવાડિયા પછી નિક જોનસની બર્થ-ડે છે અને પ્રિયંકા ચોપરાને એ વાત ખબર છે. નિક જોનસે હાલમાં જ તેનું વિલા વન ટકીલા લોન્ચ કર્યું છે.

priyanka chopra gujarati mid-day