ઇટ્સ મસ્તી ટાઇમ

09 August, 2022 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકાની મમ્મીએ જણાવ્યું હતું કે લોકોને જલદી જ માલતીનો ચહેરો જોવા મળશે

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ અને માલતી જોનાસ

પ્રિયંકા ચોપડા જોનસ અને તેના હસબન્ડ નિક જોનસે દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે યાદગાર પળો વિતાવી હતી. એનો ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. ફોટોમાં દેખાય છે કે પ્રિયંકાની બાજુમાં નિક બેઠો છે. પ્રિયંકાએ બ્લૅક બિકીની ટૉપ અને શૉર્ટ્સ પહેર્યાં છે. તેણે પોતાની દીકરીને હાથમાં પકડી રાખી છે. જોકે આજ સુધી તેનો ચહેરો દેખાડ્યો નથી. પ્રિયંકા અને નિક સરોગસીથી પેરન્ટ્સ બન્યાં હતાં. પ્રિયંકા હૉલીવુડ અને બૉલીવુડ બન્નેમાં ઍક્ટિવ છે. પ્રિયંકાની મમ્મીએ જણાવ્યું હતું કે લોકોને જલદી જ માલતીનો ચહેરો જોવા મળશે.

entertainment news bollywood news bollywood gossips bollywood priyanka chopra Nick Jonas