પ્રિયંકા ચોપરા આ તસવીર થકી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, જાણો વધુ

18 May, 2022 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રિયંકા ચોપરા જોનાસ હાલ પતિ નિક જોનાસ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ નિક સાથે પોતાની એક એવી તસવીર શૅર કરી છે જેને લઈને તે ચર્ચામાં છવાયેલી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ હાલ પતિ નિક જોનાસ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ નિક સાથે પોતાની એક એવી તસવીર શૅર કરી છે જેને લઈને તે ચર્ચામાં છવાયેલી છે. આ તસવીર જોયા પછી પ્રિયંકાના ચાહકો તેને પ્રશ્ન કરવા માંડ્યા છે, કેમ કે તેમને અભિનેત્રીની કેટલીક તસવીરો પસંદ આવી નથી.

થોડીકવાર પહેલા જ પ્રિયંકા ચોપરા જોનાસે ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શૅર કરી છે. પહેલી તસવીરમાં અભિનેત્રી બિકિનીમાં સનબાથ લેતી જોવા મળે છે. આ દરમિયાન અભિનેત્રી પોતાનું ટોન્ડ ફિગર પણ ફ્લૉન્ટ કરી રહી છે. તો બીજી તસવીરમાં પ્રિયંકા ઊંધી સૂઇ રહી છે અને તેની પાછળ નિક જોનાસ કાંટા-છરી હાથમાં પકડેલો દેખાઇ રહ્યો છે. પ્રિયંકાએ આ તસવીર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું છે, `સ્નેક` પ્રિયંકાની આ તસવીર ચાહકોને ખાસ પંસદ પડી નથી.

પ્રિયંકા ચોપરા જોનાસે ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શૅર કરી છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, "ઇન્ડિયાના સંસ્કાર ભૂલી ગઈ, શરમ લાજ ભૂલી ગઈ." તો અન્ય એક યૂઝરે લખ્યું, "અરે આ શું જોઇ રહ્યા છીએ અમે." જણાવવાનું કે હાલ પ્રિયંકા ચોપરા પોતાની આગામી ફિલ્મ અને સીરિઝના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પહેલા તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શૅર કરી હતી, જેમાં તેના ગાલ અને માથામાંથી લોહી વહેતું દેખાઇ રહ્યું હતું. હકીકતે, હૉલિવૂડ સીરિઝ `સિટાડેલ`ના શૂટ દરમિયાન તેના ચહેરા પર ઇજા થઈ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ, તો પ્રિયંકા ચોપરા જોનસ ફિલ્મ `ટેક્સ્ટ ફૉર યૂ`માં પણ દેખાશે. જેમાં સેલીન ડાયોન અને સેમ હ્યૂગન લીડ રોલ ભજવી રહ્યા છે. આ સિવાય તે `મેટ્રિક્સ 4`  અને બૉલિવૂડ ફિલ્મ `જી લે ઝરા`માં પણ દેખાશે, જેને એક્ટર અને ડિરેક્ટર ફરહાન અખ્તર નિર્દેશિત કરી રહ્યો છે.

bollywood news bollywood bollywood gossips entertainment news priyanka chopra Nick Jonas