રોમૅન્ટિક કપલ

28 June, 2022 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના આ વેકેશનના ફોટો પ્રિયંકાએ શૅર કર્યા છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ રોમૅન્ટિક જોડી ગણાય છે. તેઓ પોતાના રોમૅન્ટિક ફોટો શૅર કરતાં રહે છે. બન્ને પોતાની પ્રોફેશનલ લાઇફમાં ખૂબ બિઝી રહે છે, પરંતુ જ્યારે પણ સમય મળે છે તો તેઓ સાથે સમય પસાર કરવાનું ચૂકતાં નથી. પોતાના આ વેકેશનના ફોટો પ્રિયંકાએ શૅર કર્યા છે. બન્ને એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત દેખાઈ રહ્યાં છે. એક ફોટોમાં પ્રિયંકા નિકને કિસ કરી રહી છે. અન્ય એક ફોટોમાં બન્ને યૉટમાં બેઠાં છે. તો એક ફોટોમાં બીચ પર બન્ને એકબીજા પર પ્રેમ વરસાવતાં ઊભાં છે. આ બધા ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે અને કૅપ્શનમાં હાર્ટની ઇમોજી મૂકી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips priyanka chopra Nick Jonas