પ્રિયંકા-નિકના બિચ પર ન્હાતા ફોટો થયા વાયરલ, ચાહકોએ કરી આવી કોમેન્ટ્સ

24 July, 2019 05:18 PM IST  | 

પ્રિયંકા-નિકના બિચ પર ન્હાતા ફોટો થયા વાયરલ, ચાહકોએ કરી આવી કોમેન્ટ્સ

પ્રિયંકા-નિકના બિચ પર ન્હાતા ફોટો થયા વાયરલ

પ્રિયંકા ચોપરા જોનસની બર્થ-ડે સેલિબ્રેશન માયામીમાં ચાલી રહ્યું છે. પ્રિયંકા ચોપરા માયામીમાં પરિવાર સાથે તેનો બર્થ-ડે ઇન્જોય કરી રહી છે. પ્રિયંકા તેના મોજીલા અંદાજના કારણે જાણીતી છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાનો સિગરેટ પિતા ફોટો વાયરલ થયો હતો અને હવે પ્રિયંકાનો પતિ નિક જોનસ સાથે સ્વિમિંગ શૂટમાં ફોટો વાયરલ થયો છે. પ્રિયંકા ચોપરા પિન્ક બિકીનીમાં દેખાઈ રહી છે જ્યારે પિંક માત્ર શોર્ટ્સમાં શાવરની મજા માણી રહ્યો છે.

પ્રિયંકા હાલ માયામીમાં વેકેશન માણી રહી છે અને તેનુ બર્થ-ડે વિક સેલિબ્રેટ કરી રહી છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર તેના જન્મ દિવસની ઉજવણીના ફોટો શૅર કરતી રહે છે. ફેમસસેલેબ્સ નામના એક ઈન્ટાગ્રામ હેન્ડલરે પ્રિયંકા અને નિકના ફોટો શૅર કર્યા હતા. ફોટોઝમાં નિક જોનસ શાવર લઈ રહ્યો છે જો કે સાથે સાથે તેનુ પેટ પણ બહાર દેખાઈ રહ્યું છે. ટ્રોલ કરતા એક યૂઝરે લખ્યું હતું કે, 'સારુ છે પ્રિયંકા નિકને 6 પેક બનાવવા માટે જીમ નથી મોકલતી.'

આ પણ વાંચો: 2 કેળાની કિંમત 442 રૂપિયા, રાહુલ બોઝે હોટલ સામે ઉઠાવ્યા સવાલ

થોડાક દિવસ પહેલા પ્રિયંકા ચોપરાનો સિગરેટ પિતા ફોટો વાયરલ થયો હતો જેના કારણે ભારે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. જો કે પ્રિયંકાને આ ટ્રોલ્સથી ખાસ અસર થાય તેવું લાગતું નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ધ સ્કાય ઈઝ પિન્કમાં જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લૂક બુધવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મનું પહેલું પ્રિમિયર ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટીવલમાં યોજાશે

priyanka chopra Nick Jonas gujarati mid-day