Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 2 કેળાની કિંમત 442 રૂપિયા, રાહુલ બોઝે હોટલ સામે ઉઠાવ્યા સવાલ

2 કેળાની કિંમત 442 રૂપિયા, રાહુલ બોઝે હોટલ સામે ઉઠાવ્યા સવાલ

24 July, 2019 05:16 PM IST |

2 કેળાની કિંમત 442 રૂપિયા, રાહુલ બોઝે હોટલ સામે ઉઠાવ્યા સવાલ

રાહુલ બોઝે હોટલ સામે ઉઠાવ્યા સવાલ

રાહુલ બોઝે હોટલ સામે ઉઠાવ્યા સવાલ


સામાન્ય રીતે 2 કેળાની કિંમત કેટલી હોવી જોઈએ 10 કે 15 રૂપિયા પરંતુ ચંદીગઢની એક ફેમસ હોટલ માત્ર 2 કેળાની કિંમત જાણીને તમે કેળા ખાવાનું છોડી દેશો. આ હોટલમાં 2 કેળાની કિંમત છે 442.50 રૂપિયા બતાવવામાં આવી છે. આ વાતનો ખુલાસો ફેમસ બોલીવુડ સ્ટાર રાહુલ બોઝ કર્યો હતો. રાહુલ બોઝ તેના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, કોણે કહ્યું કેળા ખાવા તમારા સ્વાસ્થ્ય માટે સારા છે?




રાહુલ બોઝનું આ ટ્વીટ ભારે ચર્ચામાં છે. રાહુલ બોઝ 22 જુલાઈએ ટ્વીટ કર્યું હતું જેમાં તમામ માહિતી આપવામાં આવી છે. આ ઘટનાની માહિતી આપતાં લખ્યું હતું કે, કોણે કહ્યું ફ્રૂટ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી? તમને આ જોઈને વિશ્વાસ થશે નહી. આ સાથે જ તેમણે હોટલ સામે નિશાન સાધ્યું હતું. કેટલાક દિવસ પહેલા તે શૂટિંગ માટે ચંદીગઢમાં હતા ત્યારે ફેમસ હોટલમાં શ્યૂટ બૂક કરાવ્યો હતો. આ દરમિયાન રાહુલ બોઝ કેળાની કિંમતને લઈને વીડિયો અપલોડ કર્યો હતો જો કે, વીડિયોમાં હોટલના વખાણ પણ કર્યા હતા.

આ પણ વાંચો: આ વ્યક્તિ સંભાળે છે અમિતાભ બચ્ચનનું સોશિયલ મીડિયા !!


રાહુલ બોઝ અનુસાર તેમણે એક્સરસાઈઝ પછી 2 કેળા મંગાવ્યા હતા જો કે આ બે કેળાનું બિલ જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો. રાહુલ બોઝ વીડિયોમાં કેળાનું બિલ પણ જાહેર કર્યું હતું જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તેણે મંગાવેલા 2 કેળાની કિંમત 442.50 રૂપિયા ચૂકવી છે. રાહુલ બોઝ હોટલ મેનેજમેન્ટ સામે સવાલ ઉઠાવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 05:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK