ભારતથી અમેરિકા આવીને વસવું અઘરું હોવા છતાં પણ ફૅમિલી અને ફ્રેન્ડ્સ મળ્યાં હોવાનો આનંદ છે પ્રિયંકાને

24 June, 2022 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા હૉલીવુડમાં ખૂબ સક્રિય છે

ફાઇલ તસવીર

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તે ભારતમાંથી જ્યારે અમેરિકા આવી ત્યારે ત્યાં સેટલ થવું અઘરું હતું પરંતુ તેને પરિવાર અને ફ્રેન્ડ્સ મળ્યા હોવાનો આનંદ છે. પ્રિયંકા હૉલીવુડમાં ખૂબ સક્રિય છે. તેણે ભારતીય ભોજન પીરસતી રેસ્ટોરાં પણ શરૂ કરી છે. હવે તે ઘરની સજાવટની વસ્તુઓની નવી બ્રૅન્ડ લઈને આવી છે. એની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘સોના હોમને લૉન્ચ કરવાનો ગર્વ થઈ રહ્યો છે. ભારતમાંથી આવવું અને અમેરિકાને બીજું ઘર બનાવવું મારા માટે અઘરું હતું. જોકે મારી જર્ની દરમ્યાન મને પરિવાર અને ફ્રેન્ડ્સ મળ્યા છે. હું દરેક વસ્તુમાં ભારતનો સમાવેશ કરી રહી છું. એ જ વિચારધારાને હું આગળ લઈ જઈ રહી છું. ભારતીય સંસ્કૃતિમાં આગતા-સ્વાગતા અગત્યની છે. આ બધું એક સમાજ અને લોકોને એકસાથે લઈ આવવામાં માને છે. આશા છે કે અમારા આ સોના હોમ દ્વારા તમે પણ એ જ પ્રેમ, સમાજ, કુટુંબ અને પરંપરાનો આનંદ તમારા ઘરમાં અનુભવશો.’

entertainment news bollywood bollywood news bollywood gossips priyanka chopra