સ્ટ્રેસ દૂર કરવા સ્કૂબા-ડાઇવિંગ કર્યું પ્રિયંકાએ

19 October, 2021 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હાલમાં સ્પેનમાં વેબ-શો ‘સિટાડેલ’ના શૂટિંગમાં બિઝી છે

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસે સ્ટ્રેસ દૂર કરવા માટે સ્કૂબા-ડાઇવિંગનો જબરદસ્ત આઇડિયા શોધી કાઢ્યો છે. તે હાલમાં સ્પેનમાં વેબ-શો ‘સિટાડેલ’ના શૂટિંગમાં બિઝી છે. શૂટિંગમાંથી થોડો સમય કાઢીને તેણે દરિયામાં ડૂબકી લગાવી છે એનો વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોમાં તેણે બ્લૅક ડાઇવિંગ સૂટ પહેર્યો છે. પાણીની અંદર તરતી વખતે તેની આસપાસ માછલીઓનું એક આખુ ઝુંડ પણ દેખાય છે. એ વિડિયો અને ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘ક્યારેક એવા દિવસો આવે છે જ્યારે તમે સ્ટ્રેસ દૂર કરવા માગો છો. એ માટે પાણીની અંદર ભગવાને બનાવેલી અપ્રતિમ દુનિયાને એક્સ્પ્લોર કરવાથી વધુ સારું બીજું શું હોઈ શકે. મને ખુશી છે કે ‘સિટાડેલ’ના કૅમેરા-ક્રૂએ મને પાર્ટી કરવા દીધી. હું દરેકનો આભાર માનું છું. આ જાદુઈ અનુભવ બદલ થૅન્ક યુ. મારે એની ખૂબ જરૂર હતી. સેમ, પૉલ, જોશ. ટોબિયાસ, ઍન્ડી, ક્રિસ્ટિના અને વિક્ટર સાથે ખૂબ મજા પડી હતી. તાક : ફ્રૅન્કલિન જોનસ અમારી સાથે જોડાયો એથી મને ખુશી થઈ.’

entertainment news bollywood bollywood news bollywood gossips priyanka chopra