અક્ષય અને સલમાન કરતાં બ્રૅન્ડ વૅલ્યુમાં આગળ નીકળી ગઈ પ્રિયંકા

25 December, 2020 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય અને સલમાન કરતાં બ્રૅન્ડ વૅલ્યુમાં આગળ નીકળી ગઈ પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસે બ્રૅન્ડ વૅલ્યુમાં અક્ષયકુમાર અને સલમાન ખાનને પછાડ્યા છે. ઑનલાઇન સેન્ટિમેન્ટ ઍનૅલિસિસ કંપનીએ દેશના ટૉપના સ્ટાર્સનો ડેટા જાહેર કર્યો હતો. આ તારણ સ્ટાર્સની એન્ડૉર્સમેન્ટ અને તેના ફૉલોઅર્સના આધારે કાઢવામાં આવે છે. બ્રૅન્ડ વૅલ્યુની વાત કરીએ તો પૈસાના આધારે પ્રિયંકા અંદાજે 2.65 અબજ રૂપિયા સાથે નંબર વન પર છે. 2.60 અબજ રૂપિયા સાથે બીજા નંબરે અક્ષયકુમાર છે. ત્રીજા નંબર પર સલમાન ખાન 2.52 અબજ રૂપિયા સાથે છે. ચોથા નંબર પર દીપિકા પાદુકોણ 2.11 અબજ રૂપિયા સાથે અને શાહરુખ ખાન પાંચમા ક્રમાંકે 2.09 અબજ રૂપિયા સાથે છે.

entertainment news bollywood bollywood news akshay kumar Salman Khan priyanka chopra