પ્રિયંકા ચોપડાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી આટલી કમાણી!

02 July, 2021 02:43 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર સેલેબ્લ અધધ કમાણી કરતા હોય છે. એક પોસ્ટના લાખોની કરોડો રૂપિયા તેમને ચુકવાતા હોય છે. શું તમને ખબર છે પ્રિયંકા ચોપરાને એક પોસ્ટના કેટલા રૂપિયા ચુકવવામાં આવે છે?

પ્રિયંકા ચોપડા

સોશિયલ મીડિયા એપ પર એક પેઈડ પોસ્ટથી સેલેબ્લ લાખોની કમાણી કરતાં હોય છે.  ઇન્સ્ટાગ્રામે 2021 માટે રિચલિસ્ટ બહાર પાડ્યું છે. ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2021 મુજબ પ્રિયંકા ચોપડા એક પેઇડ પોસ્ટ દ્વારા ત્રણ કરોડની કમાણી કરે છે. આ યાદીમાં વિરાટ કોહલીનું નામ પણ શામેલ છે. વિરાટ કોહલીએ એક પોસ્ટ દ્વારા લગભગ 5 કરોડની કમાણી કરી છે.

રિચ લિસ્ટ 2021માં ટૉપ 30માં પ્રિયંકા અને વિરાટના નામ 

આ યાદીમાં પ્રિયંકા ચોપડા 27 માં ક્રમે છે જ્યારે વિરાટ કોહલીને 19 મો રેન્ક મળ્યો છે. આ બંને ભારતીય સ્ટાર્સ સતત ત્રણ વર્ષથી તેમની રેન્કિંગમાં વધારો કરી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ સૂચિમાં ફક્ત બે ભારતીયોના નામ શામેલ છે. આ યાદીમાં પ્રથમ સ્થાને ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો છે. તેણે પેઇડ પોસ્ટ દીઠ 11.9 કરોડની કમાણી કરી છે. બીજા સ્થાને ડ્વેન જહોનસન છે અને ત્રીજા સ્થાને ગાયક એરિયાના ગ્રાન્ડે છે.

આપને જણાવીએ કે જૂન 2012 માં પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ કર્યું હતું. પ્રિયંકાએ આ પ્લેટફોર્મ પર પોતાની એક હસતી તસવીરથી શરૂઆત કરી હતી. આ સાથે પ્રિયંકાએ કેપ્શન લખ્યું હતું - અહીં આવવાથી ખુશ છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. હાલ પ્રિંયકા ચોપડાના 65 મિલિયન ફોલોઅર્સ છે. 

તાજેતરમાં પ્રિયંકા ચોપડાએ તેની રેસ્ટોરન્ટની તસવીર પોસ્ટ કરી હતી. પ્રિયંકાએ થોડા સમય પહેલા ન્યૂયોર્કમાં એક ભારતીય રેસ્ટોરન્ટ ખોલીને તેનું નામ સોના રાખ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે વિદેશમાં ભારતીય સ્વાદ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ પ્રિયંકાની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તાજેતરમાં જ પ્રિયંકા આ રેસ્ટોરન્ટમાં પહેલીવાર પહોંચી હતી, જ્યાં તેણે પાણીપુરીનો આનંદ માણ્યો હતો.

priyanka chopra virat kohli entertainment news instagram