હોલી વિથ ફૅમિલી

30 March, 2021 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વખતે મોટા ભાગના લોકોએ ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું છે. હોળી સેલિબ્રેશનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘રંગોનો તહેવાર હોળી મારું ફેવરિટ પર્વ છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસે હસબન્ડ નિક જોનસ, સાસુ અને સસરા સાથે રંગોનું પર્વ ધુળેટી મનાવ્યું હતું. એનો કલરફુલ ફોટો પ્રિયંકાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. ફોટોમાં આ ચારેયના ચહેરા રંગોથી ખીલી ઊઠ્યા છે. પ્રિયંકાના હાથમાં પિચકારી છે. કોરોનાના વધતા કેસને જોતાં હોળીનો રંગ ફીકો પડી ગયો છે. આ વખતે મોટા ભાગના લોકોએ ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું છે. હોળી સેલિબ્રેશનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘રંગોનો તહેવાર હોળી મારું ફેવરિટ પર્વ છે. આશા રાખીએ કે બધા પોતાનાં પ્રિયજનો સાથે, પરંતુ ઘરે રહીને હોળીનો ઉત્સવ મનાવે.’

bollywood news bollywood priyanka chopra holi entertainment news