શાહરુખ ખાન નંબર ટૂ, પ્રિયંકા ચોપડા નંબર થ્રી

11 June, 2026 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૉર્ચ્યુન ઇન્ડિયા-ઇન્ટરબ્રૅન્ડના મોસ્ટ વૅલ્યુડ સેલિબ્રિટીઝમાં આ બૉલીવુડ સ્ટાર્સનો દબદબો

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાની ૭ વર્ષથી કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ નથી થઈ. તેની છેલ્લી બૉલીવુડ રિલીઝ ‘ધ સ્કાય ઇઝ પિંક’ હતી જેમાં તે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ સાથે જોવા મળી હતી. બૉલીવુડથી લાંબો સમય દૂર રહ્યા છતાં પ્રિયંકાએ હાલમાં ખાસ સિદ્ધિ મેળવી છે. ફૉર્ચ્યુન ઇન્ડિયા અને વૈશ્વિક બ્રૅન્ડ કન્સલ્ટન્સી ફર્મ ઇન્ટરબ્રૅન્ડ દ્વારા ફૉર્ચ્યુન ઇન્ડિયા-ઇન્ટરબ્રૅન્ડ દ્વારા જાહેર મોસ્ટ વૅલ્યુએબલ સેલિબ્રિટીઝના રૅન્કિંગમાં પ્રિયંકા ચોપડા ભારતની ત્રીજી મોસ્ટ વૅલ્યુએબલ સેલિબ્રિટી બની છે અને ખાસ વાત એ છે કે ટૉપ થ્રીમાં સ્થાન મેળવનારી તે એકમાત્ર મહિલા પર્ફોર્મર છે. આ રૅન્કિંગમાં ક્રિકેટર વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે જ્યારે શાહરુખ ખાન બીજા સ્થાને છે.

મોસ્ટ વૅલ્યુએબલ સેલિબ્રિટીઝના રૅન્કિંગના ટૉપ ટેનમાં સામેલ અન્ય સેલિબ્રિટીઓની વાત કરીએ તો ચોથા સ્થાને મહેન્દ્ર સિંહ ધોની, પાંચમા સ્થાને રણવીર સિંહ, છઠ્ઠા સ્થાને અક્ષય કુમાર, સાતમા સ્થાને અમિતાભ બચ્ચન, આઠમા સ્થાને સચિન તેન્ડુલકર, નવમા સ્થાને આલિયા ભટ્ટ તેમ જ દસમા સ્થાને અલ્લુ અર્જુન છે.

Shah Rukh Khan priyanka chopra bollywood buzz bollywood news bollywood entertainment news akshay kumar amitabh bachchan sachin tendulkar alia bhatt