ઇન્સ્ટાગ્રામ પર ફેક ફોલોવર્સવાળા ટૉપ સેલેબ્સમાં પ્રિયંકા, દીપિકાનું નામ

10 August, 2019 06:15 PM IST  |  મુંબઈ ડેસ્ક

ઇન્સ્ટાગ્રામ પર ફેક ફોલોવર્સવાળા ટૉપ સેલેબ્સમાં પ્રિયંકા, દીપિકાનું નામ

પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ

પોતાના પસંદગીના સેલિબ્રિટિઝને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મમાં ફોલો કરતા હોય છે. ત્યારે ઘણી ઘણા લોકો પોતાના ફોલોવર્સ વધારવા માટે ફેક ફોલોવર્સ ઉભા કરવામાં આવે છે. ત્યારે આ ફેક ફોલોવર્સની યાદીમાં બોલીવુડની સ્ટાર અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં પ્રિયંક ચોપરા અને દીપિકા પાદુકોણના નામ ટોપ 10ની લિસ્ટમાં છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી મ્યૂઝિક પર્ફોર્મ્સના વિશ્લેષણ પ્રમાણે, લિસ્ટમાં છઠ્ઠા નંબરે આવતી દીપિકાના સૌથી વધુ 48 ટકા 'બૉટ્સ' છે.

તો બીજી તરફ 10માં નંબરે આવતી પ્રિયંકાના 46 ટકા ફૉલોવર્સ ફેક છે. દીપિકાના ઇન્સ્ટાગ્રામ પર હાલમાં 3.79 કરોડ ફૉલેવર છે, જ્યારે પ્રિયંકાના 4.36 કરોડ ફૉલોવર્સ છે.

આઇસીએમપીએ નિવેદન આપ્યું છે કે, "અમે અમારી લિસ્ટના સૌથી વધુ ફૉલો કરાતાં સેલિબ્રિટિઝને લઇને બનાવી છે, જેમાં અભિનય, રમત, સંગીત અને ટેલીવિઝનના સિતારા સામેલ છે. ત્યાર પછી અમે તેમાંથી સૌથી વધુ ફૉલોવર્સવાળા લોકોને તારવ્યા અને પછી 100 લોકોની લિસ્ટ બનાવી, જેમને સૌથી વધુ ફૉલો કરવામાં આવે છે."

તેમણે આગળ જણાવ્યું કે, "ત્યાર પછી અમે તેમના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર હેન્ડલના આઇડી ઑડિટ અને સ્પાર્કટોરોના ફેક ટ્વિટર ફોલોવર્સ ટૂલથી તેમના ઓરીજીનલ ફોલોવર્સની સંખ્યાનો આંકડો શોધ્યો."

આ પણ વાંચો : Ruchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર

જોકે આ લિસ્ટમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ છે, જે 23માં સ્થાને છે એક પોસ્ટ માટે પ્રિયંકા જ્યાં 271,000 ડૉલર ચાર્જ કરે છે, ત્યાં વિરાટ કોહલી 196,000 ડૉલર પ્રતિપોસ્ટ ચાર્જ કરે છે.

priyanka chopra deepika padukone bollywood bollywood news bollywood events bollywood gossips