27 March, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા નવા ઍડ્વેન્ચર માટે ઊપડી અમ્રિતસર
ફૅશન-બ્રૅન્ડ બુલ્ગારીની ઇટલીમાં યોજાયેલી ઇવેન્ટમાં પોતાની સ્ટાઇલથી સૌનું ધ્યાન ખેંચ્યા બાદ પ્રિયંકા ચોપડા હવે પોતાના નવા ‘ઍડ્વેન્ચર’ માટે નીકળી ગઈ છે. પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી કે તે અમ્રિતસર જવા માટે રવાના થઈ રહી છે. ગઈ કાલે પ્રિયંકા દિલ્હી ઍરપોર્ટ પર જોવા મળી હતી. ત્યાં તેણે ફોટોગ્રાફર્સ સાથે આત્મતીયતાથી વાત કરી હતી અને ફૅન્સ સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી. એ સમયે પ્રિયંકા સિલ્વર સૅટિન શર્ટ સાથે બ્લુ જીન્સમાં કૅઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. એ પછી પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર એક મૅપ શૅર કર્યો હતો, જેમાં દિલ્હીથી અમ્રિતસર સુધીની ફ્લાઇટ દર્શાવવામાં આવી હતી. આ પોસ્ટ સાથે તેણે લખ્યું છે, ‘ચાલો, એક વધુ ઍડ્વેન્ચર.’ જોકે તેણે આ ઍડ્વેન્ચર વિશે વધુ વિગતો જાહેર નહોતી કરી.