પ્રતીક ગાંધીની ફિલ્મ `ભવાઈ`ના વિવાદ પર નિર્માતાઓએ આપી પ્રતિક્રિયા, કહ્યું કે..

20 September, 2021 07:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રતીક ગાંધીની ફિલ્મ `ભવાઈ`  જેનું નામ પહેલા `રાવણ લીલા` હતું, તેને લઈને મોટો વિવાદ થયો છે. જેને લઈ ફિલ્મ નિર્માતાઓએ પોતાનું નિવેદન બહાર પાડ્યું છે.

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધીની ફિલ્મ `ભવાઈ`  જેનું નામ પહેલા `રાવણ લીલા` હતું, તેને લઈને મોટો વિવાદ થયો છે. વિવાદ વકરતાં સોશિયલ મીડિયા પર ફિલ્મ બૅન કરવાની માંગ ઉઠી છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયાની પ્રતિક્રિયા જોયા પછી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નિવેદન જારી કર્યું છે.

નિર્માતાઓએ ટ્વીટમાં લખ્યું છે કે, `અમને વિશ્વાસ છે કે આ અમારી ફિલ્મ #Bhavaiને લગતી બધી ખોટી રજૂઆત, શંકાઓ અને ગેરસમજોને સ્પષ્ટ કરે છે! 1 ઓક્ટોબરે થિયેટર્સમાં મળીશું. તમારા મિત્રો અને પરિવાર સાથે ફિલ્મ જુઓ!`

પ્રતીક ગાંધી, જેમણે ગત વર્ષના હિટ શૉ સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરીમાંથી ખુબ લોકપ્રિયતા મળી છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે ભવાઈ એ બે લોકો વિશેની ફિલ્મ છે, જે રામ લીલામાં કામ કરે છે અને સ્ટેજ બહાર તે તેમના અંગત જીવનને કેવી રીતે અસર કરે છે, તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, `સોશિયલ મીડિયાના યુગમાં લોકોના વિચારોને રંગ આપવાનું ખૂબ જ સરળ છે. જો તમારી સામે સતત જુઠ્ઠાણાઓ અને અસત્ય ફેલાવવામાં આવે તો તમે તેના પર વિશ્વાસ કરો છો. સમગ્ર વિશ્વમાં તે જ થઈ રહ્યું છે. ભારત એક વૈવિધ્યસભર દેશ છે, ધર્મની દ્રષ્ટિએ, અને વિવિધ વિચારધારાઓની દ્રષ્ટીએ. આ વસ્તુઓનો ઉપયોગ કરીને લોકોના મંતવ્યોને રંગ આપવાનું સરળ છે. ઇન્ટરનેટ સસ્તું છે અને લોકો પાસે ફાજલ સમય છે, તે એક મોટી દુષ્ટતા છે જેની સામે આપણે લડી રહ્યા છીએ.`

`ભવાઈ`માં  પ્રતીક ગાંધી રાજરામ જોષીની ભૂમિકા ભજવે છે, જે એક સ્ટેજ કલાકાર છે, જે રામલીલામાં રાવણની ભૂમિકા નિભાવે છે. તે તેના પ્રત્રને ગ્રે દ્રષ્ટિએથી જોઈ રહ્યો છે.

પ્રતીકે વધુમાં કહ્યું કે, `જ્યારે વાલ્મીકિએ રામાયણ લખ્યું, ત્યારે તે તેમને ખરાબ પાત્ર તરીકે વર્ણવી શક્યા હોત, અથવા ફક્ત તેમની ખામીઓ વિશે વાત કરી શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું ન હતું. જ્યારે આ શરૂઆતથી જ થયું નથી, ત્યારે આપણે કોણ દાવો કરીશું કે શું સાચું છે અને શું ખોટું? રાવણને પ્રકાંડ પંડિત (વિદ્વાન ) અથવા શિવ ભક્ત કેમ કહેવાયો? કદાચ તે પણ ઇચ્છતો હતો કે લોકો ગ્રેનેસને સમજે અને તેને માત્ર રાક્ષસ તરીકે ન જોવાય.`

ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં રામાયણના અનેક અર્થઘટનો છે, અને તે રસપ્રદ છે કે કેવી રીતે વિવિધ દેશોના લોકોએ તેને અલગ અલગ દ્રષ્ટિ જોઈ છે.

Pratik Gandhi entertainment news bollywood news