ગુટકાની ઍડમાં જો પ૦ કરોડ મળતા હોય તો ઍક્ટર્સ મારી ફિલ્મમાં શા માટે કામ કરે : પ્રકાશ ઝા

19 September, 2022 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રકાશ ઝાએ ‘ગંગાજલ’ અને ‘રાજનીતિ’ જેવી ફિલ્મો બનાવી હતી

પ્રકાશ ઝા

ફિલ્મમેકર પ્રકાશ ઝાનું કહેવું છે કે ગુટકાની ઍડમાં કામ કરવાના ઍક્ટર્સને જો પ૦ કરોડ રૂપિયા મળતા હોય તો તેઓ મારી ફિલ્મમાં શા માટે કામ કરે. પ્રકાશ ઝાએ ‘ગંગાજલ’ અને ‘રાજનીતિ’ જેવી ફિલ્મો બનાવી હતી. સાથે જ તેમણે બનાવેલી વેબ-સિરીઝ ‘આશ્રમ’ પણ લોકોને ખૂબ ગમી હતી. ઍક્ટર્સ વિશે પ્રકાશ ઝાએ કહ્યું કે ‘એવા પાંચથી છ ઍક્ટર્સ છે. એ ઍક્ટર્સની સ્થિતિ જોશો તો તમને ખ્યાલ આવશે કે તેમને જ્યારે ગુટકાની ઍડમાં કામ કરવાના ૫૦ કરોડ રૂપિયા મળતા હોય તો તેઓ મારી ફિલ્મોમાં કામ શું કામ કરે? ઍક્ટર્સ ગુટકા વેચે છે. ટોચના કલાકારો આવું કામ કરી રહ્યા છે. જે ઍક્ટરની પાંચ ફિલ્મો ફ્લૉપ ગઈ છે તે હવે ૧૨ ઍડનું શૂટિંગ કરે છે. દરેક ઍડના તેને ૧૦ કરોડ રૂપિયા મળે છે. લોકો, કૉર્પોરેટ અથવા અન્ય લોકો તેમને ખરીદી રહ્યા છે. મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીના જે લોકો એને માટે જવાબદાર છે તેમણે સાથે બેસીને એ વાતે ચર્ચા કરવી જોઈએ.’

entertainment news bollywood news bollywood bollywood gossips prakash jha