પ્રહાર - ધ ઉજ્જવલ નિકમ સ્ટોરીની રિલીઝ-ડેટ બદલાશે?

24 July, 2026 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘પ્રહાર - ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’ની રિલીઝ ડેટ બદલાઈ શકે છે. રિપોર્ટ મુજબ અન્ય મોટી ફિલ્મો સાથે ટક્કર ટાળવા માટે નિર્માતાઓ નવી રિલીઝ તારીખ પર વિચાર કરી રહ્યા છે.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવની લેટેસ્ટ ફિલ્મ ‘પ્રહાર - ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’ રિલીઝ માટે તૈયાર છે. હાલમાં આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું અને એની સાથે ફિલ્મની રિલીઝ-તારીખની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ ૭ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની હતી, પણ હવે રિપોર્ટ મુજબ એની રિલીઝ મોકૂફ રાખવામાં આવી શકે છે અને એની રિલીઝ-ડેટ બદલાઈ શકે છે. 
મળતી માહિતી પ્રમાણે ફિલ્મના નિર્માતાઓએ લાંબી ચર્ચા બાદ ફિલ્મની રિલીઝ આગળ ધપાવવાનો નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે એ સમયગાળામાં અનેક ફિલ્મો રિલીઝ થઈ રહી હોવાથી ‘પ્રહાર’ને અન્ય ફિલ્મો સાથેની ટક્કર યોગ્ય નહીં રહે, જેના કારણે ફિલ્મને વધુ અનુકૂળ રિલીઝ-વિન્ડો આપવાની યોજના બનાવાઈ રહી છે.

rajkummar rao upcoming movie entertainment news bollywood news bollywood buzz bollywood controversies bollywood gossips bollywood events bollywood