ટ્વિટર પર દેખાયો બાહુબલી સ્ટાર પ્રભાસનો જાપાન પ્રેમ

09 January, 2019 03:09 PM IST  | 

ટ્વિટર પર દેખાયો બાહુબલી સ્ટાર પ્રભાસનો જાપાન પ્રેમ

પ્રભાસ

પ્રભાસ પોતાના ફેન્સ પ્રત્યે અવનવારૂપે પ્રેમ દર્શાવતા રહે છે અને આ વખતે તો આ અભિનેતાએ પોતાના છેક જાપાનીઝ ફેન્સનેપણ નવા વર્ષની શુભકામનાઓ આપી. બાહુબલી ફ્રેન્ચાઈઝી પછી, પ્રભાસના પ્રશંસકો વિશ્વસ્તરે ફેલાયા છે. જાપાનમાં તો ખાસ પ્રભાસ પોતાના ફેન્સ માટે એક નવો અને ગમતો સ્ટાર બની ગયો છે.

હાલમાં જ, પ્રભાસને જાપાનમાં રહેતાં ફેન્સના પત્રો પણ મળ્યા છે. ફેન્સના પ્રયત્નો અને પોતાના ફેન્સ પ્રત્યેના પ્રેમથી અભિભૂત, પ્રભાસે પોતાના ફેન્સને રિટર્ન ગિફ્ટ તરીકે નવા વર્ષનું કાર્ડ મોકલાવીને તેમને આશ્ચર્યચકિત કરી દીધા છે. કાર્ડમાં પ્રભાસે પોતાના નવા કરાવેલા ફોટોશૂટના ફોટોઝ હતા, જેમાં જાપાનીઝ ભાષામાં લખાયેલું હતું કે, "આશા છે કે, તમારા સૌનું નવું વર્ષ શાનદાર હોય"

આ પણ વાંચો : 'ફોર મોર શૉટ્સ પ્લીઝ'માં ચારે અભિનેત્રીઓ દેખાશે બોલ્ડ અવતારમાં

ઉલ્લેખનીય છે કે, જાપાનથી પ્રભાસનો એક ફેન ખાસ કાર્યક્રમ ગોઠવીને પોતાના સુપરસ્ટારનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યો હતો.

prabhas bollywood bollywood news