પ્રભાસે ખરીદી ૬ કરોડની લમ્બોર્ગિની

30 March, 2021 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે એમાં લમ્બોર્ગિનીનો પણ ઉમેરો થઈ ગયો છે. તેના ફૅન્સ પણ આ વાત જાણીને ખુશ થઈ ઊઠ્યા છે. 

પ્રભાસે ખરીદી ૬ કરોડની લમ્બોર્ગિની

પ્રભાસે લગભગ ૬ કરોડની લમ્બોર્ગિની ઍવેન્ટાડોર રોડસ્ટર ખરીદી છે. આ ઑરેન્જ લમ્બોર્ગિની પ્રભાસે તેના પિતા સૂર્યનારાયણ રાજુની બર્થ-ઍનિવર્સરી નિમિત્તે ખરીદી છે. કારનું કવર હટાવતાં તેનો વિડિયો વાઇરલ થયો છે. પ્રભાસ પહેલેથી જ લક્ઝુરિયસ કારનો માલિક છે. તેની કારના કલેક્શનની વાત કરીએ તો તેની પાસે સવા કરોડની જૅગ્વાર એક્સજે, ૮ કરોડની રોલ્સ-રૉયસ ફૅન્ટમ, ૫૦ લાખની બીએમડબ્લ્યુ એક્સ ૩, રેન્જ રોવર ૪ કરોડની અને ૩૦ લાખની સેડાન સ્કોડા સુપર્બ છે. હવે એમાં લમ્બોર્ગિનીનો પણ ઉમેરો થઈ ગયો છે. તેના ફૅન્સ પણ આ વાત જાણીને ખુશ થઈ ઊઠ્યા છે. 

bollywood news bollywood prabhas