શહેનાઝ ગીલની હેલ્થને લઈને શૂટિંગ કરવામાં આવ્યું પોસ્ટપોન્ડ

23 September, 2021 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘અમે રાહ જોઈ રહ્યા છીએ કે તે આ દુઃખમાંથી બહાર આવી જાય. અમે લંડનમાં 15 સપ્ટેમ્બરે ફિલ્મનાં ગીતનાં શૂટિંગનો પ્લાન કર્યો હતો. જોકે અમે કરી શકયા નહીં.

શેહનાઝ ગિલ

પંજાબી ફિલ્મ ‘હોસલા રખ’ની ટીમ રાહ જોઈ રહી છે કે શહેનાઝ ગીલ તેની પર આવી પડેલી આફતમાંથી બહાર આવે તો ફિલ્મનું શૂટિંગ આગળ ધપાવવામાં આવે. આ ફિલ્મમાં દિલજિત દોસંજ પણ લીડ રોલમાં છે. 15 સપ્ટેમ્બરે ફિલ્મની ટીમ પ્રમોશનલ સોન્ગનું શૂટિંગ કરવાની હતી. જોકે બીજી સપ્ટેમ્બરે સિદ્ધાર્થ શુકલાનાં નિધનથી શહેનાઝ એકદમ તૂટી ગઈ છે. તે હજી સુધી આ શોકમાંથી બહાર આવી શકી નથી. એ વિશે ફિલ્મનાં પ્રોડ્યુસર દિલજિત થીંડે કહ્યું હતું કે ‘અમે રાહ જોઈ રહ્યા છીએ કે તે આ દુઃખમાંથી બહાર આવી જાય. અમે લંડનમાં 15 સપ્ટેમ્બરે ફિલ્મનાં ગીતનાં શૂટિંગનો પ્લાન કર્યો હતો. જોકે અમે કરી શકયા નહીં. અમે જલ્દી જ નવી તારીખ નક્કી કરવાનાં છીએ અને ઇચ્છા છે કે શહેનાઝ એમાં જોડાઈ જાય, કેમ કે તે આ ફિલ્મનો અગત્યનો ભાગ છે. હું તેનાં મેનેજરનાં સંપર્કમાં છું અને આશા છે કે થોડા દિવસોમાં તે અમારો સંપર્ક કરશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news television news