રાજ વિરુદ્ધ ૨૦૧૯માં છેતરપિંડીનો કેસ કર્યો હતો પૂનમ પાન્ડેએ

22 July, 2021 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનો આરોપ હતો કે આ કંપની સાથે તેનો કૉન્ટ્રૅક્ટ પૂરો થવા છતાં પણ તેના વિડિયોઝનો ઉપયોગ કરવામાં આવે છે

પૂનમ પાન્ડે, રાજ કુન્દ્રા

પૂનમ પાન્ડે ૨૦૧૯માં રાજ કુન્દ્રા અને તેની આર્મ્સપ્રાઇમ મીડિયા કંપની વિરુદ્ધ કેસ કરી ચૂકી છે. તેનો આરોપ હતો કે આ કંપની સાથે તેનો કૉન્ટ્રૅક્ટ પૂરો થવા છતાં પણ તેના વિડિયોઝનો ઉપયોગ કરવામાં આવે છે. પૂનમ પાન્ડે પોતાની ઍપ્લિકેશન ચલાવે છે અને એમાં તે પોતાના ન્યુડ ફોટો અને વિડિયો પણ શૅર કરે છે. રાજની આ કંપની તેની ઍપ સંભાળતી હતી. પૂનમનું કહેવું છે કે કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયા બાદ તેનો ફોન-નંબર અને કેટલીક ઇમેજિસ પણ લીક થઈ હતી. એને કારણે તેને વાંધાજનક કૉલ્સ અને મેસેજિસ આવવા માંડ્યા હતા. આ કારણસર પૂનમે તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. રાજ કુન્દ્રાના આ કેસમાં હજી ઘણી કડીઓ ઉઘાડી પડશે એવી શક્યતા છે.

entertainment news bollywood bollywood news bollywood gossips raj kundra poonam pandey