ઍક્ટર રોહન મેહરા અને પૂજા હેગડે રિલેશનશિપમાં?

01 May, 2026 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા હેગડેની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ પાંચમી જૂને રિલીઝ થવાની છે ત્યારે તેની પર્સનલ લાઇફ ચર્ચામાં આવી છે. રિપોર્ટ મુજબ પૂજા હેગડે હાલમાં ઍક્ટર રોહન મેહરા સાથે રિલેશનશિપમાં છે.

ઍક્ટર રોહન મેહરા અને પૂજા હેગડે રિલેશનશિપમાં?

પૂજા હેગડેની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ પાંચમી જૂને રિલીઝ થવાની છે ત્યારે તેની પર્સનલ લાઇફ ચર્ચામાં આવી છે. રિપોર્ટ મુજબ પૂજા હેગડે હાલમાં ઍક્ટર રોહન મેહરા સાથે રિલેશનશિપમાં છે. પૂજા અને રોહનના સંબંધોની ચર્ચા ૨૦૨૦થી ચાલી રહી છે પણ બન્નેમાંથી કોઈએ આ વાતનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો.

રોહન મેહરાનો જન્મ ૧૯૯૧માં કેન્યામાં થયો હતો. તે દિવંગત ઍક્ટર વિનોદ મેહરાનો પુત્ર છે. પોતાના પિતાના પગલે ચાલતાં રોહને ૨૦૧૮માં ફિલ્મ ‘બાઝાર’ દ્વારા પોતાની ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. પૂજા હેગડે સાથેના કથિત સંબંધ પહેલાં રોહનનું નામ ઍક્ટ્રેસ તારા સુતરિયા સાથે પણ જોડાયું હતું. 

pooja hegde rohan mehra bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news