કોરોના પૉઝિટિવ થયા બાદ સેલ્ફ-ક્વૉરન્ટીન છે પૂજા હેગડે

28 April, 2021 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમામ નિયમોનું પાલન કરતાં હું ઘરમાં સેલ્ફ-ક્વૉરન્ટીન થઈ છું. હું સૌને વિનંતી કરવા માગું છું કે જે લોકો થોડા સમય પહેલાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાની ટેસ્ટ કરાવી લે. તમારા સૌના પ્રેમ અને સપોર્ટ માટે આભાર.

પૂજા હેગડે

પૂજા હેગડેને કોરોના થતાં તે પોતાના ઘરમાં સેલ્ફ-ક્વૉરન્ટીન છે. પોતાને કોરોના થયો હોવાની માહિતી તેણે ઇન્સ્ટાસ્ટોરી પર આપી છે. પ્રભાસ સાથેની ‘રાધે શ્યામ’માં પૂજા જોવા મળવાની છે. આ ફિલ્મ ૩૦ જુલાઈએ તેલુગુ, તામિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. કોરોના પૉઝિટિવ થતાં ઇન્સ્ટાસ્ટોરી પર પૂજાએ લખ્યું હતું કે ‘હેલો એવરીવન. હું દરેકને જણાવવા માગું છું કે હું કોવિડ-19 પૉઝિટિવ થઈ છું. તમામ નિયમોનું પાલન કરતાં હું ઘરમાં સેલ્ફ-ક્વૉરન્ટીન થઈ છું. હું સૌને વિનંતી કરવા માગું છું કે જે લોકો થોડા સમય પહેલાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાની ટેસ્ટ કરાવી લે. તમારા સૌના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. હું હાલમાં રિકવરી તરફ આગળ વધી રહી છું. ઘરમાં રહો, સલામત રહો અને પોતાની કાળજી લો.’ 

bollywood news bollywood bollywood gossips pooja hegde