પુણેમાં એ. આર. રહમાનની કૉન્સર્ટને પોલીસે બંધ કરાવી

02 May, 2023 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દસ વાગ્યા સુધીની પરવાનગી હતી, પરંતુ એનાથી વધુ સમય થતાં તેમણે એને બંધ કરવા કહ્યું હતું

પુણેમાં એ. આર. રહમાનની કૉન્સર્ટને પોલીસે બંધ કરાવી

એ. આર. રહમાનની કૉન્સર્ટને ​રવિવારે પુણે પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી. એ. આર. રહમાન પુણેમાં કૉન્સર્ટ કરી રહ્યા હતા. આ કૉન્સર્ટ દરમ્યાન પોલીસે તેમને અટકાવ્યા હતા, કારણ કે સમયમર્યાદાની ઉપર કૉન્સર્ટ ચાલી રહી હતી. પોલીસ પાસે રાતે દસ વાગ્યા સુધીની પરવાનગી લેવામાં આવી હતી. આ સમયમર્યાદા પાર થઈ ગઈ હોવાથી કૉન્સર્ટને અટકાવવામાં આવી હતી. પોલીસે સવાદસ વાગ્યે કૉન્સર્ટ બંધ કરાવડાવી હતી. કૉન્સર્ટ વિશે એ. આર. રહમાને ટ્વીટ કર્યું હતું કે ‘પુણે, તમે ગઈ કાલે રાતે જે પ્રેમ આપ્યો હતો એ માટે આભાર. ખૂબ જ અદ્ભુત કૉન્સર્ટ રહી હતી. ક્લાસિક મ્યુઝિકનું ઘર પુણે છે એમાં બેમત નથી. તમારી સાથે ફરી ગીત ગાવા માટે અમે બહુ જલદી પાછા આવીશું.’

પુણે પોલીસના ઝોન 2ના ડીસીપી સ્માર્તના પાટીલે કહ્યું કે ‘રહમાન તેમનું છેલ્લું ગીત ગાઈ રહ્યા હતા અને તે જ્યારે પર્ફોર્મ કરી રહ્યા હતા ત્યારે તેમને નહોતી ખબર કે દસ વાગ્યાથી વધુ સમય થઈ ગયો છે. આ વેન્યુમાં અમારા જે પોલીસવાળા સિક્યૉરિટીમાં હતા તેમણે તેમને ડેડલાઇન વિશે જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે ગીત ગાવાનું બંધ કર્યું હતું.’

entertainment news bollywood news bollywood gossips bollywood