‘PM નરેન્દ્ર મોદી’ને ડિજિટલ પ્લૅટફૉર્મ પર કરવામાં આવશે રિલીઝ

18 September, 2021 01:15 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

વિવેક ઑબેરૉય અભિનીત ‘PM નરેન્દ્ર મોદી’ને MX પ્લેયર પર ૨૩ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે

‘PM નરેન્દ્ર મોદી’ને ડિજિટલ પ્લૅટફૉર્મ પર કરવામાં આવશે રિલીઝ

વિવેક ઑબેરૉય અભિનીત ‘PM નરેન્દ્ર મોદી’ને MX પ્લેયર પર ૨૩ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં મનોજ જોશી, બરખા બિશ્ત, ઝરીના વહાબ અને બમન ઈરાની લીડ રોલમાં છે. આ ફિલ્મ દ્વારા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સાથે સંકળાયેલી રજેરજ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ફિલ્મમાં પીએમ મોદીની ભૂમિકાને વિવેક ઑબેરૉયે સાકાર કરી છે. આ ફિલ્મ વિશે વિવેક ઑબેરૉયે કહ્યું હતું કે ‘મને વડા પ્રધાન પ્રતિ અપાર સન્માન છે. તેમની સ્ટોરીને વિશ્વ સુધી સિનેમાના માધ્યમથી લઈ જવાની તક મને મળી એ મારા માટે સન્માન સમાન છે. મોદીજીની જર્નીમાં ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાથી લઈને ભારતના વડા પ્રધાન બનવા સુધીના ઇતિહાસને દેખાડવામાં આવ્યો છે. મને એ વાતની અતિશય ખુશી છે કે તેમની પ્રેરિત સ્ટોરીને હવે વધુ લોકો સુધી પહોંચાડવામાં આવશે.’

આ ફિલ્મને ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મની ડિજિટલ રિલીઝ વિશે ઓમંગ કુમારે કહ્યું હતું કે ‘આ પહેલી એવી ફિલ્મ છે જેના માધ્યમથી વડા પ્રધાનના જીવનને સેલિબ્રેટ કરવામાં આવ્યું છે. મને એ વાતની ખુશી છે કે MX પ્લેયર તેમની સ્ટોરીને દેખાડવા માટે એક મંચ આપી રહ્યા છે. સાથે જ આપણા દેશનાં અનેક ઘરો સુધી તેમની ગાથા પહોંચશે.’

vivek oberoi narendra modi bollywood news