કંગના રનૌત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, કોણે અને શા માટે કરી ? જાણો

01 December, 2021 02:47 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

કંગના રનૌત

 પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. દાખલ કરવામાં આવેલીમાં અરજીમાં કંગના રનૌતની તમામ સોશિયલ મીડિયા પોસ્ટ પર સેન્સરની માંગ કરવામાં આવી છે. 

અરજીમાં અરજદારે કહ્યું છે કે તે કંગના રનૌતની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ખૂબ જ દુઃખી છે જેમાં અભિનેત્રીએ શીખ ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદી ગણાવ્યા છે. આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ ચરણજીત સિંહ ચંદ્રપાલે દાખલ કરી છે.

ગત રોજ એટલે કે મંગળવારે અભિનેત્રીએ એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી છે. આ માહિતી ખિગ કંગનાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. કંગનાએ તેના ફેન્સમો આ વિશે જાણ કરવા માટે FIR કોપીની એક તસવીર શેર કરી હતી. આ સાથે કંગનાએ લખ્યું, `મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના શહીદોને યાદ કરીને મેં લખ્યું હતું કે દેશદ્રોહીઓને ક્યારેય માફ કરશો નહીં કે ભૂલશો નહીં.`

વધુમાં તેણીએ લખ્યું હતું કે, `આ પ્રકારની ઘટનામાં દેશના આંતરિક ગદ્દારોનો હાથ છે. દેશદ્રોહીઓએ ક્યારેય પૈસાના લોભમાં તો ક્યારેક પદ અને સત્તાના લોભમાં ભારત માતાને કલંકિત કરવાની એક પણ તક છોડી નથી અને દેશની અંદરના ગદ્દારો કાવતરાં કરીને રાષ્ટ્રવિરોધી શક્તિઓને મદદ કરતા રહ્યા છે. મને વિઘટનકારી શક્તિઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. મારી આ પોસ્ટ પર ભટિંડાના એક ભાઈએ ખુલ્લેઆમ મને મારી નાખવાની ધમકી આપી છે. હું આ પ્રકારની ધમકીઓથી ડરતી નથી.`

દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટીએ અભિનેત્રી કંગનાને સોશિયલ મીડિયા પર તેની કથિત અપ્રિય પોસ્ટને લઈને 6 ડિસેમ્બરે સમન્સ પાઠવ્યું છે. સમિતિના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢા છે.

 

kangana ranaut supreme court bollywood news