પિકનિક ટાઇમ

13 July, 2021 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશા છે કે જે પ્રેમથી તું અમારી તરફ જુએ છે એ જ પ્રેમ અમે તને આપીશું. આપણને ત્રણેયને ૬ મહિનાની શુભકામના.

પિકનિક ટાઇમ

અનુષ્કા શર્મા તેની દીકરી વામિકા અને પતિ વિરાટ કોહલી સાથે પિકનિક કરતી જોવા મળી હતી. તે ૬ મહિનાની થઈ ગઈ છે. અનુષ્કા, વિરાટ કોહલી અને તેમની દીકરી હાલમાં ઇંગ્લૅન્ડમાં છે. આ વર્ષે ૧૧ જાન્યુઆરીએ અનુષ્કાએ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ દીકરી સાથેનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં અનુષ્કા તેની દીકરીને લઈને સૂતી છે. જોકે તેનો ચહેરો સ્પષ્ટ રીતે નથી દેખાતો. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘તેની એક સ્માઇલથી અમારી આસપાસનું વિશ્વ બદલાઈ ગયું છે. આશા છે કે જે પ્રેમથી તું અમારી તરફ જુએ છે એ જ પ્રેમ અમે તને આપીશું. આપણને ત્રણેયને ૬ મહિનાની શુભકામના.’ 

bollywood news bollywood bollywood gossips virat kohli