પતિ-પત્નીની લવલાઇન બનશે ભૂમિ પેડણેકર

27 November, 2019 11:41 AM IST  |  Mumbai | Harsh Desai

પતિ-પત્નીની લવલાઇન બનશે ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર બહુ જલદી પતિ-પત્ની વચ્ચે લવલાઇન બનીને તેમના પ્રોબ્લેમ સોલ્વ કરતી જોવા મળશે. તે હાલમાં કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે સાથે મળીને તેની આગામી ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ને પ્રમોટ કરી રહી છે. આ ફિલ્મમાં તે હૉટ અને બબલી પત્ની વેદિકાનું પાત્ર ભજવી રહી છે. આ માટે તે સોશ્યલ મીડિયા પર વેદિકાસ લવલાઇન નામનું કેમ્પેન શરૂ કરી રહી છે, જેમાં તે પતિ અને પત્નીના ઘરેલું પ્રોબ્લેમને સોલ્વ કરતી જોવા મળશે. તેમના વિચિત્ર પ્રોબ્લેમના તે ઇન્ટરેસ્ટિંગ સોલ્યુશન આપતી જોવા મળશે. આ વિશે વધુ જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘વેદિકાસ લવલાઇન એક ફની સોશ્યલ મીડિયા કેમ્પેન છે જેમાં હું પતિ અને પત્નીઓ સાથે કનેક્ટ થઈશ. તેઓ રોજિંદા જીવનમાં જે ઇશ્યુનો સામનો કરે છે એને હું અલગ અંદાજમાં સોલ્વ કરતી જોવા મળીશ.

આ પણ જુઓ : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

‘પતિ, પત્ની ઔર વો’માં કામ કર્યા હાદ મારી પાસે તેમને જવાબ આપવા માટે મારી પાસે ઘણાં વિચિત્ર નુસખા છે અને એથી જ તેમની સાથે વાત કરવા માટે હું ઉત્સુક છું. તેમની સાથે વાત કરવું ઇન્ટ્રેસ્ટિંગ રહેશે અને એનાથી અમારી ફિલ્મને પણ ફાયદો થશે એવી આશા રાખી રહી છું.’

bhumi pednekar bollywood news