મહિલાઓને સ્ક્રીન પર પરિણિતીએ વધુ સારી રીતે દેખાડવી છે

14 April, 2021 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે દરેક મહિલા સાથે મળીને આ કાર્ય કરે તો ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટો બદલાવ લાવી શકાશે

પરિણીતિ ચોપરા (તસવીર સૌજન્ય મિડ-ડે)

પરિણીતી ચોપડાનું કહેવું છે કે તે ફિલ્મોમાં મહિલાઓને જે રીતે દેખાડવામાં આવે છે એ ઇમેજને બદલવા માગે છે. તેનું કહેવું છે કે હજી પણ સ્ત્રીઓને સ્ક્રીન પર અબલા નારી અને પુરુષોની નીચે દબાયેલી દેખાડવામાં આવે છે. તેમ જ મહિલાઓને સ્ક્રીન પર શોભાના પૂતળા જેવી દેખાડવામાં આવે છે. આ વિશે વાત કરતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે મહિલાઓને સ્ક્રીન પર કેવી રીતે દેખાડવી એ ઇમેજને ઍક્ટ્રેસે બદલવી જોઈએ. મારી કરીઅરની શરૂઆતથી મેં એ કોશિશ કરી છે. મેં હંમેશાં કોશિશ કરી છે કે હું બૉલીવુડની ટિપિકલ હિરોઇન બનીને નહીં રહું અને કંઈક અલગ કરીને દેખાડું. મારી ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’, ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ અને ‘સાઇના’ દ્વારા હું દર્શકો સામે બોલ્ડ, કૉન્ફિડન્ટ અને મહત્ત્વાકાંશી હિરોઇન તરીકે આવી હતી. મારી આગામી ફિલ્મોની પસંદગી પણ હું આ વાતને ધ્યાનમાં રાખીને જ કરીશ. જો દરેક હિરોઇન મળીને સ્ક્રીન પર કેવી રીતે મહિલાને દેખાડવી એ બદલી શકે તો એની ખૂબ જ મોટી અસર આપણી સોસાયટી પર પડશે. ફિલ્મોની અસર દર્શકોના મગજ પર પડી શકે છે અને એથી જ હું આ પૉઝિટિવ બદલાવ લાવવાની કોશિશ કરી રહી છું.’

bollywood news bollywood bollywood gossips parineeti chopra