માઇનસ ૧૨ ડિગ્રીમાં શૂટિંગ કર્યું પરિણીતીએ

22 May, 2022 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિણીતી ચોપડાએ માઇનસ ૧૨ ડિગ્રીમાં ઍક્ટર-સિંગર હાર્ડી સંધુ સાથે શૂટિંગ કર્યું હતું.

માઇનસ ૧૨ ડિગ્રીમાં શૂટિંગ કર્યું પરિણીતીએ

પરિણીતી ચોપડાએ માઇનસ ૧૨ ડિગ્રીમાં ઍક્ટર-સિંગર હાર્ડી સંધુ સાથે શૂટિંગ કર્યું હતું. જોકે તેણે ક્યાં શૂટિંગ કર્યું હતું એની માહિતી નથી મળી. આવી કડકડતી ઠંડીમાં શૂટ કરવાનો અનુભવ પરિણીતીએ જણાવ્યો છે. 
તેણે એક વિડિયો-ક્લિપ શૅર કરી છે અને એ ક્લિપમાં તે કહી રહી છે કે કેવી સ્થિતિમાં હું શૂટિંગ કરી રહી છું. તેણે જણાવ્યું કે માઇનસ ૧૨ ડિગ્રીમાં અમે પાણી પણ ન પી શક્યાં, કેમ કે પાણી પણ ઠરી ગયું હતું. પાણીને ઓગાળવા માટે જે સાધન હતું એ પણ ફ્રીઝ થઈ ગયું હતું. કૅમેરા અને ડિરેક્ટરની દાઢી પણ ફ્રીઝ 
થઈ ગઈ છે અને હાર્ડી તેની હીટરવાળી રૂમમાં ઊંઘી રહ્યો છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી, ‘માઇનસ ૧૨. મારું અત્યાર સુધીનું સૌથી વધુ ઠંડું શૂટિંગ. સૌથી સારી વાત એ હોત કે 
મારા હીરોને પણ પાતળા કૉસ્ચ્યુમ આપવા જોઈતા હતા અને તેને પણ મારી જેમ ઠંડીનો અહેસાસ કરાવવો જોઈતો હતો. મારી #ThandEquality કૅમ્પેનને ન્યાય આપો.’

bollywood news parineeti chopra