પરિણીતિ ચોપરાએ 16 ઑગસ્ટે આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ, થઈ ગઈ ટ્રોલ

17 August, 2019 10:21 AM IST  |  મુંબઈ ડેસ્ક

પરિણીતિ ચોપરાએ 16 ઑગસ્ટે આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ, થઈ ગઈ ટ્રોલ

પરિણીતિ ચોપરા

ફિલ્મ અભિનેત્રી પરિણીતિ ચોપરાએ સ્વતંત્રતા દિવસની વધામણી લોકોને 16 ઑગસ્ટે આપી છે. જેના પછી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહી છે.

પરિણીતિ ચોપરા તાજેતરમાં જ જબરિયા જોડીમાં જોવા મળી હતી.

ભારતે પોતાનો 73મો સ્વતંત્રતા દિવસ 15 ઑગસ્ટે ઉજવ્યો. દરમિયાન બોલીવુડના અનેક સિતારાઓએ સોશિયલ મીડિયા પર દેશના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી હતી. પરિણીતિ ચોપરા એ 16 ઑગસ્ટે દેશના લોકોને સ્વતંત્રતા દિવસની વધામણી આપી. જેને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે પરિણીતિ ચોપરાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પાણીની અંદર છે અને પોતાના તથાકથિત બૉયફ્રેન્ડ ચરિત દેસાઇ સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રહી છે. આ વીડિયો શેર કરતાં પરિણીતિ ચોપરાએ લખ્યું છે કે, "સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. અમે મેમાં ચરિત દેસાઇ સાથે જુદાં અંદાજમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો."

ત્યાર પછીથી સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરનારાઓએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું, એક ટ્રોલરે તો લખ્યું, "દીદી સ્વતંત્રતા દિવસ ગઈ કાલે હતો."

તો બીજાએ લખ્યું, "પણ આજે તો 16 તારીખ છે."તો અન્ય એક ટ્રોલરે લખ્યું, "આજે કયો સ્વતંત્રતા દિવસ છે?"

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

ઉલ્લેખનીય છે કે પરિણીતિ ચોપરા હાલ લંડનમાં છે અને હૉલીવુડ ફિલ્મ ધ ગર્લ ઑન ધ ટ્રેનની હિન્દીમાં બનતી ફિલ્મની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ હૉલીવુડની સુપરહિટ ફિલ્મ હતી પરિણીતિ ચોપરા પ્રિયંકા ચોપરાની બહેન છે અને અવારનવાર તે બન્ને સાથે દેખાય છે.

parineeti chopra bollywood bollywood news bollywood gossips bollywood events