ધ ગર્લ ઑન ધ ટ્રેનની રીમેકમાં દેખાશે પરિણીતી

25 April, 2019 12:15 PM IST  |  મુંબઈ

ધ ગર્લ ઑન ધ ટ્રેનની રીમેકમાં દેખાશે પરિણીતી

પરિણીતિ ચોપરા (File Photo)

પરિણીતી ચોપડાને અમેરિકન ફિલ્મ ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ની હિન્દી રીમેક માટે પસંદ કરવામાં આવી છે. હૉલીવુડની આ ફિલ્મ ૨૦૧૫માં આવેલી એ જ નામની પૉલા હૉકિન્સની બુક પરથી બનાવવામાં આવી હતી. આ એક સાઇકોલૉજિકલ થ્રિલર છે. આ ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. અમિતાભ બચ્ચનની ‘તીન’ને ડિરેક્ટ કરનાર રિભુ દાસગુપ્તા આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફોટો શૅર કરતાં પરિણીતીએ ટ્વીટ કર્યું હતું કે ‘હું આ થ્રિલિંગ રાઇડની સવારી કરવા જઈ રહી છું. ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ની ઑફિશ્યલ હિન્દી રીમેકમાં કામ કરવા માટે ખૂબ જ આતુર છું.’

આ પણ વાંચોઃપ્રાચી શાહ પંડયાઃસાડીમાં ગોર્જિયસ લાગે છે આ ગુજરાતી એક્ટ્રેસ

parineeti chopra bollywood