08 September, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિણીતિ ચોપડા
પરિણીતિ ચોપડાએ પચીસમી ઑગસ્ટે સોશ્યલ મીડિયા પર પોતાની પહેલી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ અનાઉન્સમેન્ટ પછી પરિણીતિ પહેલી વખત એક ફંક્શનમાં જાહેરમાં જોવા મળી હતી. આ સમયે તેણે બહુ ખૂબસૂરત કાળા રંગનો અનારકલી સેટ પહેર્યો હતો અને એમાં તે ગજબની સુંદર લાગી રહી હતી. સોશ્યલ મીડિયામાં જોવા મળી રહેલા આ વિડિયોમાં પરિણીતિનો બેબી બમ્પ સ્પષ્ટ નજરે ચડતો હતો અને તે સતત પોતાના બેબી બમ્પને સપોર્ટ મળે એવા પ્રયાસો કરી રહી હતી.