ફિલ્મના શૂટિંગ દરમિયાન પરિણીતિ ચોપરા થઈ ઘાયલ,શ્રદ્ધા છોડી ચુકી છે ફિલ્મ

16 November, 2019 02:11 PM IST  |  Mumbai

ફિલ્મના શૂટિંગ દરમિયાન પરિણીતિ ચોપરા થઈ ઘાયલ,શ્રદ્ધા છોડી ચુકી છે ફિલ્મ

પરિણીતિ ચોપરાને થઈ ઈજા

પરિણીતિ ચોપરા આ સમયે બેડમિંટન ખેલાડી સાઈના નેહવાલ બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મ માટે પરિણીતિને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. બેડમિન્ટન ખેલાડીના રોલ માટે તેણે પોતાની ફિટનેસ પર ધ્યાન રાખવું પડી રહ્યું છે. પાછલા દિવસોમાં સમાચાર સામે આવ્યા હતા કે તેના માટે પરિણીતિને એકેડેમીમાં રહેવું પડી રહ્યું છે, જેથી તે તાલિમ પર ધ્યાન આપી શકે.

પરિણીતિએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેમને ખૂબ ઈજા થઈ છે. પરિણીતિએ જે ફોટો પોસ્ટ કર્યો છે તેમાં તેની પાછળની બાજુએ બેન્ડેજ બાંધેલી દેખાઈ રહી છે. આ ફોટો સાથે પરિણીતિએ લખ્યું- હું અને સાઈનાની આખી ટીમ સતત આ વાતનું ધ્યાન રાખી રહી હતી કે મને ઈજા ન થાય, પરંતુ ગરબડ થઈ જાય છે. બેડમિન્ટન ફરીથી શરૂ કરતા પહેલા હું આરામ કરીશ.


જણાવી દઈએ કે સાઈના નેહવાલ બાયોપિકમાં પહેલા શ્રદ્ધા કપૂર લીડ રોલ નિભાવવાની હતી. શ્રદ્ધાએ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શ્રદ્ધાએ શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ ડેંગ્યૂ થવાના કારણે શૂટિંગ રોકાઈ ગયું હતું. જે બાદ શ્રદ્ધા ફિલ્મમાં પાછી ન આવી.

આ પણ જુઓઃ જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

નિર્માતાઓએ પરિણીતિ ચોપરા સાથે ફિલ્મ ફરી શરૂ કરી. જણાવવામાં આવે છે કે શ્રદ્ધાના ટાઈટ શેડ્યૂલના કારણે રિપ્લેસ કરવામાં આવી હતી. હાલ શ્રદ્ધા બાગી 3 અને સ્ટ્રીટ ડાન્સરનું શૂટિંગ કરી રહી છે. સાઈના નેહવાલની બાયોપિકનું નિર્દેશન અમોલ ગુપ્તે કરી રહ્યા છે.


saina nehwal parineeti chopra