09 November, 2023 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠી હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો અને તે ભૂલી ગયો કે તે કેમ લાઇવ આવ્યો હતો. પંકજ ત્રિપાઠી કોઈ અનાઉન્સમેન્ટ કરવા માટે લાઇવ આવ્યો હતો અને ચાહકો સાથે વાત કરવામાં તે શું કહેવા આવ્યો હતો એ ભૂલી ગયો હતો. એક ચાહકે કહ્યું હતું કે તે ચંડીગઢથી છે અને તેને જવાબ આપતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘હું તારા શહેરમાં આવ્યો છું અને એ ખૂબ જ સુંદર છે અને શિયાળામાં આ શહેરમાં ખૂબ જ સારું લાગે છે. જોકે હું હવે ભૂલી ગયો છું કે હું કેમ લાઇવ આવ્યો હતો. હું ઘણી વાર ભૂલી જાઉં છું. તમે કંઈ કહેવા માટે લાઇવ આવો છો અને ભૂલી જાઓ તો એ ખોટું કહેવાય. જોકે જવા દો એ વાતને, હું એ માટે માફી માગું છું. મને જ્યારે પણ યાદ આવશે ત્યારે હું તરત લાઇવ આવીશ અથવા તો એને પોસ્ટ કરીશ. ત્યાં સુધી તમે મને તમારો પ્રેમ આપતા રહો.’