પંકજ ત્રિપાઠીએ શૅર કર્યું મિર્ઝપુર સીઝન-2નું ટીઝર, ઇન્સ્ટા પર ડેબ્યૂ

16 November, 2019 08:14 PM IST  |  Mumbai Desk

પંકજ ત્રિપાઠીએ શૅર કર્યું મિર્ઝપુર સીઝન-2નું ટીઝર, ઇન્સ્ટા પર ડેબ્યૂ

ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોતાની હિટ વેબ સીરીઝ મિર્ઝાપુરના એક વર્ષ પૂરાં થવા પર પોતાનો ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ કર્યો. આ અવસરે તેમણે મિર્ઝાપુરની બીજી સીઝનનો એક નાનો ટીઝર પણ શૅર કર્યો. તેણે ટીઝર પર કોમેન્ટ કરી 'અમે બનાવશું ઇન્સ્ટાગ્રામને મિર્જાપુર.' વીડિયોમાં અંતિમ સંસ્કારનો સીન બતાવવામાં આવ્યો છે. બે ચિતાઓ બળી રહી છે અને કેટલાક લોકો તેની આસપાસ ઊભા છે.

ટીઝરમાં કાલીન ભૈયા ઉર્ફે પંકજ ત્રિપાઠીનું સિંહાસન પણ અંતિમ શૉટમાં દેખાય છે, જ્યારે તેનું અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે.

પંકજ ત્રિપાઠી કહે છે, "જે આવ્યું છે તે જશે પણ બસ મરજી અમારી હશે. મિર્ઝાપુરને ચાહવાવાળાને વર્ષગાંઠની વધામણી." નવી સીઝન 2020માં આવતાં વર્ષે આવશે. ઇન્સ્ટાગ્રામ પર પંકજ ત્રિપાઠી અને મિર્ઝાપુરનું નવું ટીઝર જોઇને ચાહકો ખૂબ જ ખુશ થયા. મિર્ઝાપુર શૉમાં ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રને ચલાવતાં મુખ્ય માફિયાઓની ભૂમિકા પંકજ ત્રિપાઠીએ ભજવી છે.

તાજેતરમાં જ પંકજ ત્રિપાઠીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મિર્ઝાપુરની આવતી સીઝન માટે પ્રશંસકોમાં ખૂબ જ ઉત્સુકતા છે અને મને ઘણીવાર પૂછવામાં આવે છે કે ક્યારે રિલીઝ થશે. હું પણ મિર્ઝાપુરની બીજી સીઝનને લઈને ઉત્સાહિત છું. તેથી મારી માટે મિર્ઝાપુરના પહેલા જન્મદિવસે ઇન્સ્ટાગ્રમા પર ડેબ્યૂ કરવું મારી અને શૉના પ્રશંસકોને આ વિશે વાત કરવું કે આ શૉ જલ્દી આવવાનો છે."

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

શૉ મિર્ઝાપુરમાં અલી ફઝલ, વિક્રાંત મૈસી, દિવ્યેંદુ શર્મા, રસિકા દુગ્ગલ, શ્રેયા પિલગાંવકર અને શ્વેતા ત્રિપાઠીની પ્રમુખ ભૂમિકાઓ છે. આ વિશે વાત કરતાં અલીએ ગયા વર્ષે કહ્યું હતું, "બીજી સીઝનની આશા ચે કે આવતાં વર્ષની શરૂઆતમાં આવશે. અમે તમને મિર્ઝાપુરની દુનિયામાં આવતાં વર્ષે પાછી આવવાની આશા કરી રહ્યા છે." મિર્ઝાપુરની પહેલી સીઝન 16 નવેમ્બર 2018માં શરૂ થઈ હતી. બધાંની ભૂમિકાઓને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

pankaj tripathi bollywood entertaintment bollywood news