પંડિત શિવકુમાર શર્માને પસંદ હતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’

11 May, 2022 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંડિત શિવકુમાર શર્મા નેગેટિવિટીથી દૂર રહેવા માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જોતા હતા. તેમના પિતા ઉમાદત્ત શર્મા ક્લાસિકલ સિંગર હતા.

પંડિત શિવકુમાર શર્મા

પંડિત શિવકુમાર શર્મા નેગેટિવિટીથી દૂર રહેવા માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જોતા હતા. તેમના પિતા ઉમાદત્ત શર્મા ક્લાસિકલ સિંગર હતા. આથી તેમણે પાંચ વર્ષની ઉંમરથી ગાવાનું અને તબલા બન્ને શિખવાડવાનું શરૂ કર્યું હતું. તેર વર્ષની ઉંમરથી તેમણે સંતૂર શીખવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ૧૯૫૫માં પહેલી વાર સત્તર વર્ષની ઉંમરે પબ્લિક પર્ફોર્મન્સ આપ્યો હતો. તેઓ નેગેટિવિટીથી હંમેશાં દૂર રહેતા હતા. આ વિશે એક વાર પંડિત શિવકુમાર શર્માએ કહ્યું હતું કે ‘આજે એક ખોટી માન્યતા છે કે નેગેટિવ માન્યતા હોય તો જ ન્યુઝ બને છે. આથી હું ન્યુઝપેપરને સવારની જગ્યાએ બપોરે અથવા તો સાંજે વાંચું છું. ટીવી ચૅનલમાં કોઈ પણ પ્રકારની ચોરી અથવા તો મર્ડરની વાત હોય તો હું કૉમેડી જોવાનું પસંદ કરું છું. જોકે આજકાલ એમાં પણ થોડી વલ્ગેરિટી આવી ગઈ છે. આથી મસ્તી માટે અને સમય પસાર કરવા માટે હું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘ભાભીજી ઘર પર હૈ!’ જેવા શો જોઉં છું. એનો મતલબ એ નથી કે હું રિયલિટીથી દૂર ભાગું છું. મારું માનવું છે કે લાઇફમાં આપણી ડ્યુટી શું છે, આપણો ગોલ શું છે અને આપણે શું મેળવવા માગીએ છીએ એ ચોક્કસ હોવું જોઈએ.’

 મ્યુઝિક મારા માટે એક ટૂલ છે. એનાથી મને સ્પિરિચ્યુઅલ તાકાત મળે છે. મને સાંભળનારાઓએ મને અને મારા મ્યુઝિકને શાંતિથી સાંભળવું પડે છે. આપણી આસપાસ ખૂબ જ નેગેટિવિટી છે અને મ્યુઝિક જ એને દૂર કરી શકે છે.- પંડિત શિવકુમાર શર્મા

bollywood news entertainment news