સાઉથની ઇન્ડસ્ટ્રી માટે ઓટીટી એકમાત્ર રસ્તો?

28 November, 2021 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંધ્ર પ્રદેશ સરકારે ટિકિટની કિંમત ઓછી રાખતાં પ્રોડ્યુસર્સને થઈ રહ્યું છે ભારે નુકસાન

પ્રતીકાત્મક તસવીર

આંધ્ર પ્રદેશ સરકારે ફિલ્મોની ટિકિટના ભાવ ઓછા રાખતાં તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર્સને ખાસ્સું નુકસાન થઈ રહ્યું છે, એથી હવે લાગી રહ્યું છે કે ફિલ્મોમાં કરેલા ખર્ચને વસૂલવા માટે તેમની પાસે પોતાના પ્રોજેક્ટ્સને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સરકારે આપેલા દિશા-નિર્દેશ મુજબ ડિસ્ટ્રિબ્યુટર્સ અથવા તો પ્રોડ્યુસર્સ પોતાની ફિલ્મોની ટિકિટનો ભાવ વધારી નહીં શકે. આ નિર્ણયને કારણે બિગ બજેટ તેલુગુ ફિલ્મો ધાર્યો પ્રૉફિટ મેળવી નહીં શકે. કેટલીક ફિલ્મો તો જેટલું રોકાણ કર્યું છે એનો અડધો ખર્ચ પણ કદાચ કાઢી નહીં શકે. ઘણી ફિલ્મો જેવી કે ‘RRR’, ‘રાધે શ્યામ’ અને ‘પુષ્પા’ રિલીઝને આરે છે અને એમાં પણ ‘RRR’ તો મેગા બજેટ ફિલ્મ છે અને ટિકિટના ભાવમાં કોઈ બદલાવ ન આવ્યો તો પ્રોડ્યુસર્સને ઘણું નુકસાન થશે. ટૉલીવુડના પ્રોડ્યુસર્સ અને ઍક્ટર્સ પણ શાંત છે. આ બધી ગડમથલ વચ્ચે કેટલાક પ્રોડ્યુસર્સ વિચારી રહ્યા છે કે જ્યાં સુધી આ મુદ્દે કોઈ સકારાત્મક નિવેડો ન આવે ત્યાં સુધી ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવે.

bollywood news bollywood bollywood gossips entertainment news