Saragarhi Day: અક્ષય કુમારે આપી 36 શિખ રેજિમેન્ટ વીરોને શ્રદ્ધાંજલી

12 September, 2019 02:58 PM IST  | 

Saragarhi Day: અક્ષય કુમારે આપી 36 શિખ રેજિમેન્ટ વીરોને શ્રદ્ધાંજલી

ફિલ્મ કેસરીનું પોસ્ટર

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર દેશના જવાનો માટે હંમેશા આગળ આવીને સપોર્ટ કરતો હોય છે. તેવામાં સારાગઢીના દિવસે અક્ષય કુમારે 36મી શિખ રેજિમેન્ટના બહાદૂર જવાનોને શ્રદ્ધાંજલી આપતા તેમની ફિલ્મ કેસરીનું પોસ્ટર શૅર કર્યું હતું. અક્ષય કુમારે હાલમાં જ તેનો 52મો જન્મ દિવસ મનાવ્યો છે. અક્ષય કુમાર હાલ પરિવાર સાથે લંડનમાં પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યો છે. અક્ષય કુમારે આ બહાદૂર જવાનોને શ્રદ્ધાંજલી આપતા લખ્યું હતું કે, 36મી શિખ રેજિમેન્ટને વીરોને મારી શ્રદ્ધાંજલી. 10,000ની સામે 21. એક બલિદાન જે હમેશા ઈતિહાસના પાનાઓ અને આપણા દિલમાં છાપ છોડી ગયા. મારા તરફથી 36મી શિખ રેજિમેન્ટ્ના બહાદૂરે શ્રદ્ધાંજલી.

અક્ષય કુમારે હાલમાં જ બેટલ ઓફ સારાગઢી પર આધારિત ફિલ્મ કેસરીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ 2019 વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી જે દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ બ્રિટિશ ભારતીય સેનાની 36મી શિખ રેજિમેન્ટની સ્ટોરી છે. ફિલ્મમાં 21 સૈનિકોએ પરાક્રમ અને વીરતાનું અદ્રિતીય પ્રદર્શન કર્યું હતું. જેમાં 1897માં આશરે 10,000 સામે 21 શિખ સૈનિકોએ યુદ્ધ લડ્યા હતા. આ લડાઈમાં વિશ્વની સૌથી મહાન લડાઈમાંથી એક માનવામાં આવે છે. આ લડાઈના કારણે શિખ રેજિમેન્ટનું નામ ઈતિહાસમાં અમર થઈ ગયું.

આ પણ વાંચો: Satte Pe Satta Remake: પ્રીતિ ઝિન્ટાએ ઠુકરાવી ફરાહ ખાનની ફિલ્મ, જાણો કારણ

અક્ષય કુમારી આ ફિલ્મ કેશરીમાં 21 શિખ સરદારોની વીરતા અને અદમ્ય સાહસને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શિખની જીગરને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મને જોઈને દરેક ભારતીય આ 36મી શિખ રેજિમેન્ટ માટે ગર્વ અનુભવે છે. ઉલ્લેખનીય છે કે કેસરી પછી હાલમાં જ તેમના જન્મદિવસ પર પૃથ્વીરાજની ઘોષણા કરી છે. ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે.

bollywood gossips akshay kumar gujarati mid-day