12 July, 2023 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ની થીમ હેડલેસ હૉરર છે. આ ફિલ્મની જાહેરાત ખૂબ જ લાંબા સમય પહેલાં થઈ ગઈ હતી. હવે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા પાર્ટ એટલે કે ‘સ્ત્રી’માં એવું હતું કે ‘ઓ સ્ત્રી કલ આના’ જોકે બીજા પાર્ટમાં ‘ઓ સ્ત્રી રક્ષા કરના’ એના પર બનાવવામાં આવશે. મેકર્સ દ્વારા એક વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. એમાં મધ્ય પ્રદેશના ચંદેરી ગામનો એક શાંત રસ્તો દેખાડવામાં આવી રહ્યો છે. દીવાલ પર કેટલાક ફોટો દેખાઈ રહ્યા છે જેના પર મિસિંગ લખેલુ છે. આ વિડિયો સાથે મેકર્સે લખ્યું હતું કે ‘એક વાર ફરી ચંદેરીમાં આતંક ફેલાયો છે. ‘સ્ત્રી 2’નું શૂટિંગ શરૂ થયું છે. તે ફરી આવી રહી છે – ૨૦૨૪ના ઑગસ્ટમાં.’