મારા માટે આ મુલાકાત છે જિંદગીભરની યાદગીરી

13 April, 2025 07:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલમાંથી ઉગારી લેવા બદલ નરેન્દ્ર મોદીનો રૂબરૂ આભાર માનીને નુશરત ભરૂચાએ વડા પ્રધાન સાથેની મુલાકાત વિશે લખ્યું...

નુશરત ભરૂચાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળ્યો

તાજેતરમાં દિલ્હીમાં CNN-News 18 ચૅનલ દ્વારા આયોજિત રાઇઝિંગ ભારત સમિટમાં ઍક્ટ્રેસ નુશરત ભરૂચાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળ્યો હતો. આ તક મળતાં જ નુશરતે તેને અને અન્ય ભારતીય નાગરિકોને થોડા સમય પહેલાં ઇઝરાયલમાંથી ઉગારી લેવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ નુશરતને પૂછ્યું હતું કે ગુજરાતી આ‍વડે છે કે નહીં. ત્યારે નુશરતે કહ્યું હતું કે આવડે છે, હું બરોડાની છું. આ સાંભળીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને ખબર છે.

નુશરતે વડા પ્રધાન સાથેની આ મુલાકાતનાં તસવીર-વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યાં હતાં અને અંગ્રેજી લિપિમાં ગુજરાતીમાં આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું : આપનો આ મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર, મારા માટે આ જિંદગીભરની યાદગીરી છે.

nushrat bharucha narendra modi new delhi news bollywood bollywood news bollywood buzz instagram social media entertainment news