07 May, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીલીલા
સાઉથની ખૂબસૂરત અને ટૅલન્ટેડ ઍક્ટ્રેસ શ્રીલીલા હવે બૉલીવુડમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. હાલમાં તે કાર્તિક આર્યન સાથે અનુરાગ બાસુની રોમૅન્ટિક ફિલ્મમાં કામ કરી રહી છે અને હવે તેને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવાની તક મળી રહી છે.
મીડિયા-રિપોર્ટ પ્રમાણે શ્રીલીલાને ફિલ્મમેકર રાજ શાંડિલ્યની આગામી ફિલ્મમાં સિદ્ધાર્થની હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે. રાજ શાંડિલ્ય ‘ડ્રીમ ગર્લ’ જેવી સુપરહિટ બનાવી ચૂક્યા છે અને હવે તેઓ શ્રીલીલા-સિદ્ધાર્થને લઈને એવી જ મજેદાર રોમૅન્ટિક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પણ માનવામાં આવે છે કે આ જાહેરાત બહુ જલદી થશે.